મુંબઈ: ફિલ્મ દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબા તેની હિટ ફ્રેન્ચાઇઝ ફિલ્મ 'ફુકરે'ના ત્રીજા ભાગમાં કોવિડ -19ના સમયને આવરી લેવા માગે છે. લાંબાનું કહેવું છે કે, 'ફૂકરે' (2013) અને 'ફુક્રે રીટર્ન' (2017) નો ત્રીજો ભાગ વધુ મનોરંજક હશે અને સામાજિક સંદેશ પણ આપશે.'
ફરહાન અખ્તર અને રીતેશ સિધવાણીની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ આ ફ્રેન્ચાઇઝીના નિર્માતા છે. ડિરેક્ટરે કહ્યું કે, ટીમ 'ફૂકરે-3'માં રોગચાળા અને લોકડાઉનની હાલની સ્થિતિ વિશે વાત કરવાનું વિચારી રહી છે. આનો ખુલાસો કરતાં તેમણે કહ્યું કે, "આ ભાગમાં એક મજબૂત સંદેશ પણ હશે કે લોકો તેમની સાથે જશે અને તે કોમેડી શૈલીમાં રજૂ કરવામાં આવશે."
તેમણે આગળ કહ્યું કે, અમને એક વાર્તા મળી ગઇ છે અને તેનું 80 ટકા કામ પૂર્ણ પણ થઇ ગયું છે અને સ્થિતિ નોર્મલ થયા બાદ આગળ કામ શરુ કરવામાં આવશે.