ન્યૂઝ ડેસ્ક: સાઉથ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ નિર્દેશક દ્વારા નિર્દેશિત એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે 25 માર્ચે રિલીઝ (Fil RRR Release) થઈ ગઇ છે. આ ફિલ્મને રિલીઝના એક દિવસ પહેલા, ફિલ્મની સ્ટારકાસ્ટ રામચરણ, જુનિયર એનટીઆર અને રાજામૌલીએ જોઈ હતી. આ બાદ જુનિયર એનટીઆરએ નક્કર પ્રતિક્રિયા આપી છે. બાતમી છે કે, આ ફિલ્મને દુનિયાભરમાં આઠ હજાર સ્ક્રીન પર રિલીઝ (Fil RRR Release On 8000 Screen) કરવામાં આવી છે.
નિયર એનટીઆરએ પાપારાઝીને ઈશારામાં કહ્યું: 24 માર્ચે ફિલ્મ RRRની સ્ક્રીનિંગ (Film RRR Screening) હતી, જ્યાં ફિલ્મના મુખ્ય કલાકાર જૂનિયર NTR પોતાની પત્ની અને બાળકો સાથે પહોંચ્યા હતા. આ ફિલ્મ જોયા બાદ જુનિયર એનટીઆરએ પાપારાઝીને ઈશારામાં કહ્યું, "ફિલ્મ ઘણી સારી છે".
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: અક્ષય કુમારના હાથે લાગી આ ફિલ્મ
જુનિયર એનટીઆરનો એક વીડિયો વાયરલ: આ પહેલા જુનિયર એનટીઆરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં જુનિયર એનટીઆર ગીત ગાઇ રહ્યો હતો. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રામ ચરામ અને અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં છે.
NTRએ તેમના મનપસંદ ગીત વિશે ખુલાસો કર્યો: મલયાલમ મીડિયા સાથેની વાતચીત દરમિયાન એસ.એસ. રાજામૌલી, એનટીઆર અને રામ ચરણ તેમની રુચિઓ અને સંવાદોને શેર કર્યા છે. NTRએ તેમના મનપસંદ ગીત વિશે ખુલાસો કર્યો અને વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ 'C/O Kancherapalem' નું ગીત 'આશા પાસમ' પણ ગાયું હતુ.
અભિનેતાએ કહ્યું: "કેયર ઓફ કાંચરાપાલેમ' રિલીઝ થયા બાદથી 'આશા પશમ'થી સાંભળી રહ્યો છે. વિચારાધીન ગીત, વિશ્વ દ્વારા લખાયેલ ફિલોસોફિકલ ગીત અનુરાગ કુલકર્ણીએ ગાયું હતું. સ્વીકર અગસ્તી દ્વારા કંપોઝ કરવામાં આવેલા આ ગીત એનટીઆરનું માત્ર તેના મધુર સંગીત માટે જ નહીં, પરંતુ તેની ફિલોસોફિકલ લાઇન માટે પણ પ્રિય છે.
આ પણ વાંચો: મલ્લિકાઓની મલ્લિકા તમારી સમક્ષ આ નવતર અવતારમાં હાજર, જુઓ તેની તસવીરો