લૉસ એંજેલિસઃ વૉરના બેકગ્રાઉન્ડ પર બનેલી રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને એમ્બલિન પાર્ટનર્સની ફિલ્મ '1917'એ દુનિયાભરના બોક્સ ઓફિસ પર 20 કરોડ ડૉલરનો આંકડો પાર કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ફિલ્મનું નિર્દેશન ઑસ્કર વિજેતા નિર્દેશક સૈમ મંડેસે કર્યું છે. 92માં અકાદમી ઍવોર્ડમાં '1917'ને ઑસ્કરના 10 નોમિનેશન્સ મળ્યા છે, જેમાં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટરની કેટેગરી સામેલ છે અને તેની સાથે જ બાફ્ટામાં પણ તેને નોમિનેટ કરવામાં આવી છે.
આ વર્ષના ક્રિટિક્સ ચોઇસ ઍવોર્ડમાં ફિલ્મને ત્રણ પુરસ્કાર મળ્યા છે, જેમાં બેસ્ટ ડિરેક્શન, બેસ્ટ સિનેમેટોગ્રાફર અને બેસ્ટ એડિટિંગ કેટેગરીમાં ઍવોર્ડ્સનો સમાવેશ છે. તેની સાથે જ બેસ્ટ પિક્ચર-ડ્રામા કેટેગરીમાં આ ફિલ્મ 77મા ગોલ્ડન ગ્લોબ પુરસ્કારની પણ વિજેતા બની છે, જેના માટે મેંડેસને બેસ્ટ ડિરેક્ટરના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.
'1917'ની ઍવોર્ડ લિસ્ટ ખૂબ જ લાંબી છે અને તેમાં પણ અનેક પુરસ્કારો સામેલ છે. મેંડેસને હાલમાં જ ડિરેક્ટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા ઍવોર્ડમાં 'બેસ્ટ ફિચર ફિલ્મ'નું પુરસ્કાર મળ્યો છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા ઍવોર્ડમાં ફિલ્મને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે અને રૉજર ડેકિન્સને '1917'માં તેના શાનદાર કામને લઇને અમેરિકન સોસાયટી ઓફ સિનેમેટોગ્રાફર્સ તરફથી ટૉપ ફીચરનો ઍવોર્ડ મળ્યો છે.
શાનદાર અને મોટી કાસ્ટની સાથે વૉર-ડ્રામા બતાવતી ફિલ્મે જલ્દી જ ઍવોર્ડ્સ નાઇટની સાથે-સાથે સિનેમાઘરોમાં પણ કમાલ કરી હતી.