મુંબઈ: મનોજ વાજપાયી અને ફાતિમા સના શેખ સ્ટારર આગામી કૉમેડી-ડ્રામા ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી'માં અભિનેત્રી ફાતિમાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.
ફિલ્મ વિવેચક અને વેપાર વિશ્લેષક તરણ આદર્શે ફાતિમાના પાત્રની પ્રથમ ઝલક શેર કરી પોતાના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી છે.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના સાથી કાસ્ટ સભ્યો સાથે એક ફોટો શેર કર્યો. જેને મનોજ વાજપેયીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
મનોજ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં લખ્યું છે, '#સૂરજ પે મંગલ ભારીની મહિલાઓ સાથે ટ્રેનમાં.' અભિનેત્રીએ આ પોસ્ટ પર લાલ દિલ વાળા ઈમોઝીનું રિએક્શન આપ્યું છે.
શેર કરવામાં આવેલા ફોટામાં ટ્રેનની બર્થમાં મનોજ વાજપેયી, અભિનેત્રી ફાતિમાં સના શેખ, સુપ્રિયા પિલગાવંકર અને નેહા પેંડસે પોતાના કેરેક્ટર લૂક્સમાં બેસીને પોઝ આપી રહ્યાં છે.
તાજેતરમાં, ફિલ્મના સીનની શૂટિંગ મુંબઈના મશહુર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર કરવામાં આવી હતી.
મનોજે એક ફોટા શેર કર્યો હતો, જેમાં દિલજીત દોસાંઝ અને અભિનેતા ટ્રેનથી બહાર હસતા-હસતા જોઈ રહ્યા છે. અભિષેક શર્માના ડાયરેક્શનમાં બનાવવામાં આવેલી પારિવારિક કૉમેડી-ડ્રામા ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે.