મુંબઇ: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન ટૂંક સમયમાં તેમની આવનારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ તેઓ અને પ્રખ્યાત દિગ્દર્શક રાજકુમાર હિરાની સાથે બનાવશે.
રાજકુમાર હિરાની ઘણા સમયથી શાહરૂખ સાથે કામ કરવા માંગતા હતા. તો શાહરૂખ પણ ‘ઝીરો’ પછી એક સારી સ્ક્રિપ્ટની તલાશમાં હતો.
હવે બંને મળીને એક અલગ જ પ્રકારની ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ એવા ભારતીયો પર આધારિત છે જેઓ રોજગારી મેળવવા માટે વિદેશ જાય છે. આ ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી યુવકની ભૂમિકામાં જોવા મળશે.
આ સાથે જ શાહરૂખ આર. માધવનની ફિલ્મ ‘રોકેટ’ અને અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં પણ કેમિયો કરતા જોવા મળશે.