નવી દિલ્હી: અભિનેત્રી અનુષ્કા શર્માએ બુધવારે પોતાનો, પતિ વિરાટ કોહલી તેના પાલતુ કૂતરા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે પોતાના અનુભવ અને લાગણી વ્યક્ત કરી હતી.
તેણે આ પોસ્ટ દ્વારા લોડાઉનના મુશ્કેલ સમય અને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીની આસપાસ કેટલીક હકારાત્મકતાનો ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
31 વર્ષીય અભિનેત્રીએ સામાજિક અસમાનતા અને વિવિધ આર્થિક વર્ગના લોકો માટે લોકડાઉન એકસરખું ન હોવાનું જણાવ્યું હતું.
તેણે લખ્યું હતું, "મારા માટે ફક્ત ખોરાક, પાણી અને મારા માથા ઉપર એક છત છે અને મારા કુટુંબનું સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ લાગે છે. બાકીનું બધું એક બોનસ છે જેના માટે હું કૃતજ્ઞ છું."
નોંધનીય છે કે, અનુષ્કા શર્માએ ક્રિકેટર પતિ સાથે સરકાર COVID-19 નો લડવામાં મદદ કરવા માટે પીએમ-કેરેસ ફંડમાં દાન આપવાનું વચન આપ્યું હતું.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ -19ના 1238 સક્રિય કેસ છે. 123 લોકોની રિકવરી થઈ છે અને 35 લોકોના મૃત્યુ થયા છે.