ETV Bharat / sitara

ડ્રગ્સ કનેક્શનઃ અભિનેતા અર્જુન રામપાલના ઘરે NCBના દરોડા

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ અભિનેતા અર્જુન રામપાલના ઘરે દરોડા પાડ્યા હતા. હમણાં થોડા દિવસ પહેલા જ રામપાલની ગર્લફ્રેન્ડની ડ્રગ્સની તસ્કરી મામલે ધરપકડ કરવામાં આવી હતી. જોકે રામપાલના ઘરે ડ્રગ્સ મામલે હજી પણ એનસીબીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

ડ્રગ્સ કનેક્શનઃ અભિનેતા અર્જુન રામપાલના ઘરે NCBના દરોડા
ડ્રગ્સ કનેક્શનઃ અભિનેતા અર્જુન રામપાલના ઘરે NCBના દરોડા
author img

By

Published : Nov 9, 2020, 8:48 PM IST

  • અભિનેતા અર્જુન રામપાલને NCBનું તેડું
  • રામપાલના ઘરે ડ્રગ્સની તપાસ કરી રહ્યું છે NCB
  • નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને પણ સમન્સ
  • નડિયાદવાલાને ત્યાંથી રૂ. 3.59 લાખનું મળ્યું ડ્રગ્સ

મુંબઈઃ એનસીબીએ હવે અભિનેતા અર્જુન રામપાલના ઘરે દરોડા પાડ્યા હતા. હમણાં થોડા દિવસ પહેલા જ રામપાલની ગર્લફ્રેન્ડની ડ્રગ્સની તસ્કરી મામલે ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ રામપાલના મુંબઈના બાંદ્રામાં આવેલા ઘરમાં દરોડા પાડ્યા હતા.

એનસીબી સમક્ષ અર્જુન રામપાલે 11 નવેમ્બરે હાજર થવું પડશે

મળતી માહિતી અનુસાર, એનસીબીએ રામપાલને મુંબઈ સ્થિત ઓફિસમાં 11 નવેમ્બરે હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. હાલમાં એનસીબી અધિકારી અભિનેતાના ઘરે અને ડ્રગ્સની તપાસ કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસ મામલામાં ડ્રગ્સ કનેક્શનની વાત સામે આવ્યા બાદ એનસીબીએ અનેક બોલીવુડ કલાકારોની પૂછપરછ કરી છે. આની પહેલા એનસીબીએ બોલીવુડ ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને પણ સમન્સ પાઠવ્યું છે. એનસીબીએ રવિવારે જ્યારે ફિરોઝ નડિયાદવાલાના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેઓ ઘરે નહતા. એજન્સીએ તેમના ઘર અને અન્ય જગ્યાઓ પર દરોડા મારી રૂ. 3.59 લાખનું ડ્રગ્સ કબજે લીધું હતું.

નડિયાદવાલાના ઘરેથી ગાંજો, ચરસ અને એમડી કબજે કરાયું

એનસીબીએ નડિયાદવાલાના જુહૂ સ્થિત ઘર અને અન્ય સ્થળોથી 717.1 ગ્રામ ગાંજો, 74.1 ચરસ અને 95.1 ગ્રામ એમડી કબજે કર્યું હતું. આ ઉપરાંત પેડલા વાહિદ એ કાદિર ઉર્ફે સુલતાનના ઘરેથી 10 ગ્રામ ગાંજો પકડી પાડવામાં આવ્યું હતું. એજન્સીએ તેમના ઘરેથી ડ્રગ્સ કબજે કર્યા બાદ જ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. નડિયાદવાલા પરિવાર ફિલ્મ નિર્માતાઓનો એક એવો પરિવાર છે જેમણે છેલ્લા 3 દાયકામાં ઘણી બધી બ્લોગબસ્ટર ફિલ્મો આપી છે અને બોલીવુડના મુખ્ય ચહેરાઓને રજૂ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.