ETV Bharat / sitara

Drishiyam 2 shooting: બોલિવૂડના 'સિંઘમ'એ શેર કર્યાં ખુશીના સમાચાર - પેન ઈન્ડિયા ફિલ્મ

અજય દેવગણે સસ્પેન્સ ફુલ ફિલ્મ 'દ્રશ્યમ 2' (Drishiyam 2 shooting) વિશે સમાચાર આપ્યાં છે. જેની એક તસવીર પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Ajay Devgan Instagram Account) શેર કરી છે. અજય દેવગણે આ પોસ્ટમાં અભિનેત્રી તબ્બુને પણ ટેગ કરી છે. જાણો તેના શૂટિંગ વિશે...

Drishiyam 2 shooting: બોલિવૂડના 'સિંઘમ'એ શેર કર્યાં ખુશીના સમાચાર

author img

By

Published : Feb 17, 2022, 4:35 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડના 'સિંઘમ' અજય દેવગણે ચાહકોને એક મોટા સમાચાર આપ્યા છે. અજયે ગુરુવારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Ajay Devgan Instagram Account) પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને જણાવ્યું છે કે, તેણે તેની ફિલ્મ 'દ્રશ્યમ-2'ના શૂટિંગનો (Drishyam 2 shooting) પ્રારંભ કરી દીધો છે. અજયે ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે જણાવ્યું હતું, 'દ્રશ્યમ' દક્ષિણના સુપરસ્ટાર મોહનલાલની મલયાલમ ફિલ્મ દ્રશ્યમ 2013ની હિન્દી રિમેક છે.

અજય દેવગણે શેર કરી તસવીર

અજય દેવગણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'દ્રશ્યમ 2'ના સેટ પરથી એક તસવીર શેર કરી અને કહ્યું, 'શું વિજય ફરી એકવાર તેના પરિવારને બચાવી શકશે? 'દ્રશ્યમ 2'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અજયે સેટ પરથી જે તસવીર શેર કરી છે, તેમાં તે તેના પાત્રમાં નજર આવે છે. તસવીરમાં અજય સાથે ફિલ્મની મુખ્ય અભિનેત્રી શ્રિયા સરન અને ફિલ્મ નિર્માતા અભિષેક પાઠક પણ જોવા મળે છે.

આ પણ વાંચો: Ravi Tandon Birthday: રવિના ટંડન થઇ ઇમોશનલ, પિતાને યાદ કરી કહ્યું....

2015માં 'દ્રશ્યમ'એ આટલી કમાણી કરી હતી

અજય દેવગણે આ પોસ્ટમાં અભિનેત્રી તબ્બુને પણ ટેગ કરી છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના પહેલા ભાગમાં તબ્બુ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી હતી, જ્યારે તે ફરી એકવાર ફિલ્મમાં નજર આવશે. અજય દેવગણની પહેલી 'દ્રશ્યમ'એ 2015માં બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મની સફળતા જોઈને અજયે ફિલ્મની સિક્વલને લીલી ઝંડી આપી દીધી હતી.

આ ફિલ્મમાં જોવા મળશે અજય દોવગણ

આ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને અજયે ફિલ્મ 'સિંઘમ-3'ની શરૂઆતનો સંકેત આપ્યો હતો. આ સિવાય અજય દેવગણ એસએસ રાજામૌલીની પેન ઈન્ડિયા ફિલ્મ (Pan India film) 'RRR' અને સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં પણ જોવા મળશે.

આ પણ વાંચો: Bappi Lahiri Passes Away: બપ્પી લાહિરીના મોત વિશે ગાયકના જમાઈએ કર્યો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.