અભિનેતા હિમાંશ કોહલીનો નવો મ્યુઝિક વીડિયો
નેહા સાથેના બ્રેક અપ અંગે વાત કરવાની ઈચ્છા નથી: હિમાંશ કોહલી
"વફા ના રાસ આઇ" મ્યુઝિક વીડિયો
ન્યુઝ ડેસ્ક: બોલીવૂડ અભિનેતા હિમાંશ કોહલીએ એક નવો "વફા ના રાસ આઇ" મ્યુઝિક વીડિયો લોન્ચ કર્યો હતો. જેની સફળતા અંગે મીડિયા સાથે તેણે વાતચીત કરી હતી.
વર્ષ 2018માં થયું હતું બ્રેકઅપ
અભિનેતાએ જણાવ્યું હતું કે નેહા કક્કર સાથેના બ્રેક અપ અંગે તે કોઈ જ ચર્ચા કરવા માંગતો નથી. આ બંને વર્ષ 2018માં જુદા થયા હતા પરંતુ તેમના બ્રેક અપ અંગે હજુ પણ વાતો થતી રહે છે. નેહા કક્કર રોહનપ્રિત સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. જ્યારે હિમાંશ પણ તેના જીવનમાં ખુશ છે.