ETV Bharat / sitara

દિશાનો ડાન્સ વીડિયો વાઇરલ, જોઈને તમે પણ ડાન્સ કરવા લાગશો - દિશાનો ડાન્સ વીડિયો વાઇરલ થયો

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે જોરદાર ડાન્સ સ્ટેપ કરતી જોવા મળી રહી છે. દિશાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

દિશાનો ડાન્સ વીડિયો વાઇરલ
દિશાનો ડાન્સ વીડિયો વાઇરલ
author img

By

Published : Apr 19, 2020, 6:05 PM IST

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પણ લોકડાઉન દરમિયાન તેના ઘરે સમય વિતાવી રહી છે.આ દરમિયાન તે તેના ડાન્સ અને ફિટનેસ વીડિયો દ્વારા સતત ચાહકોનું મનોરંજન કરે છે. દિશાએ ફરી એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં દિશા એક અલગ જ સ્ટાઇલમાં ડાન્સ કરી રહી છે. અભિનેત્રીની આ શૈલીને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. આ વીડિઓ અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ચાહકો પણ આ ડાન્સ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

દિશાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. દિશા તે અભિનેત્રીઓમાં સામેલ છે જે ફિલ્મ્સની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેની પાસે પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર તે તેની ઇવેન્ટ્સના વીડિયો પોસ્ટ કરતી રહે છે.

દિશા પટની અને ક્રિષ્ના શ્રોફનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક્ટ્રેસ વ્હાઇટ ટી-શર્ટ અને પિંક શોર્ટ્સમાં જોવા મળી રહી છે, જ્યારે ક્રિષ્ના શ્રોફ ગ્રે ટોપ અને વ્હાઇટ ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે.

આ વીડિયોને પોસ્ટ કરતાં દિશાએ લખ્યું, "તો આ રીતે આપણે ક્યુરેન્ટાઇન લાઇફ પસાર કરી રહ્યા છીએ." દિશાના આ વીડિયો પર સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ પણ ટિપ્પણી કરી અને લખ્યું કે, "જમ્પ મેન, મેં તમને જોયા છે".

અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'મલંગ' માં જોવા મળી હતી, જેમાં તેની સાથે અભિનેતા આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ હતા. આ દિવસોમાં દિશા તેની આગામી ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.