મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે 16 પાનાની માર્ગદર્શિકા સાથે શૂટિંગ ફરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે, ભારતીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન(IFTDA)એ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી માર્ગદર્શિકામાં કેટલાક ફેરફાર કરવાની માંગ કરી છે.
એક પત્ર લખીને IFTDAએ પ્રમુખ અશોક પંડિતે ઠાકરે પાસેથી ફેરફારો કરવાની માંગ કરી છે. પત્રમાં મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મુખ્ય સચિવ ડૉ. સંજય મુખર્જીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
IFTDA એ જે માર્ગદર્શિકા પર પુનર્વિચારણા કરવા કહ્યું છે તેમાંથી એક છે કે, શૂટિંગના સ્થળે 65 વર્ષથી ઉપરના કોઈ પણને મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત એવી સલાહ પણ આપવામાં આવી છે કે, દરેક શૂટિંગ સંકુલમાં ડૉક્ટર અને નર્સને રાખવામાં આવે.
આ નિયમોનો ઉલ્લેખ કરતાં પત્રમાં જણાવાયું છે કે...
“પ્રમુખ દિગ્ગજ કલાકારો જેમ કે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, પરેશ રાવલ, અન્નુ કપૂર, નસીરુદ્દીન શાહ, ધર્મેન્દ્ર, શક્તિ કપૂર, મિથુન ચક્રવર્તી, પંકજ કપૂર, જેકી શ્રોફ, ડેની ડેન્ઝોંગ્પા, દલીપ તાહિલ, ટીનૂ આનંદ, રાકેશ બેદી, કબીર બેદી અને અન્ય અનેક દિગ્ગજ ફિલ્મકારો, દિગ્દર્શકો અને લેખકો જેવા કે અનિલ શર્મા, ડેવિડ ધવન, સુભાષ ઘાઈ, શ્યામ બેનેગલ મણિ રત્નમ, પ્રકાશ ઝા, શેખર કપૂર, વિધુ વિનોદ ચોપડા, મહેશ ભટ્ટ, પ્રિયદર્શન, ગુલઝાર, જાવેદ અખ્તર અને અન્ય જે 65 વર્ષથી વધુ ઉંમરના છે તેઓ સક્રિય રીતે કાર્યરત છે. આ કોલમ એટલા માટે અવ્યવહારું છે કારણ કે, આ લોકો આપણા ઉદ્યોગના કેટલાક મહાન સ્ટાર્સને પ્રતિબંધિત કરશે."
આ ઉપરાંત શહેરમાં ડૉક્ટર અને નર્સની અછત છે. ત્યારે શૂટિંગ સ્થળ સિવાય શૂટિંગના અમૂક ક્ષત્રમાં ડૉક્ટ અને નર્સને ઉપલ્બ્ધ કરાવવામાં આવે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, "અમારી વિનંતી છે કે તમે અમારી અપીલ પર વિચાર કરો અને તે મુજબ જીઆરમાં જરૂરી ફેરફાર કરો."