ETV Bharat / sitara

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના બંને ભાઈ કોરોના સંક્રમીત, લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ - Bollywood news

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ભાઈ એહસાન ખાન અને અસલમ ખાન કોરાનાથી સંક્રમિત થયા છે. હાલમાં બન્ને ભાઇ લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Dilip Kumar
Dilip Kumar
author img

By

Published : Aug 16, 2020, 8:08 PM IST

મુબંઇઃ કોરોના વાયરસનો પુરા વિશ્વમાં હાહાકાર છે. જેમાંથી બોલિવુડ પણ બાકાત રહ્યું નથી. થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચનને કોરોના વાયરસ થવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદથી તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. હવે દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના બન્ને ભાઇ એહસાન ખાન અને અસલમ ખાન પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલીપકુમારની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુએ એહસાન ખાન અને અસલમ ખાનની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. એહસાન ખાન 90 વર્ષના છે, જ્યારે અસલમ ખાન 88 વર્ષના છે.

ડોક્ટર જલીલ પાર્કરે આ માહિતી શેર કરી છે. બંને ભાઈઓને હાઈ બ્લડપ્રેશર છે અને એક ભાઈ પાર્કિન્સન સિન્ડ્રોથી પણ પીડિત છે. બંનેને હાલ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. જોકે, અભિનેતા દિલીપકુમાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કારણ કે તે બંને ભાઈઓથી અલગ રહે છે.

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 5 લાખને પાર થઇ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.