મુંબઇ: દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના બન્ને નાના ભાઈઓ એહસાન ખાન અને અસલમ ખાન કોરોના સંક્રમિત થયા છે. જે બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બન્ને ભાઈઓને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. જેથી બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડૉક્ટરોએ જણાવ્યું કે, બન્ને ભાઈઓને શનિવારે મોડી રાત્રીએ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તપાસમાં કોરોના પોઝિટિવની પુષ્ટિ જોવા મળી છે. તેમના શરીરમાં ઓક્સિજનનું સ્તર પણ ઓછું જોવા મળી રહ્યું છે અને બન્નેને વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે.
જો કે, અભિનેતા દિલીપ કુમાર સ્વસ્થ છે. કારણ કે, તે બન્ને ભાઈઓથી અલગ રહે છે.
ઉલ્લેનીય છે કે, માર્ચ મહિનામાં દિલીપ કુમારે ટ્વીટર પર આરોગ્યની માહિતી શેર કરતાં કહ્યું હતું કે, તે અને તેની પત્ની સાયરા બાનો અલગ-અલગ રહે છે. કોરોના વાઇરસ મહામારીના કારણે તેમણે અલગ રહેવાનો નિર્ણય લીધો છે.