- બોલીવુડના હી-મેને સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
- 85 વર્ષની વયે ધર્મેન્દ્રએ કર્યું વોટર એરોબિક્સ
- સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં લખ્યું, બધા સ્વસ્થ રહો
અમદાવાદઃ બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર અવારનવાર પોતાના અંદાજથી તેમના ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. ત્યારે આજે 85 વર્ષની વયે પણ તેમનામાં યુવાનો જેવી સ્ફૂર્તિ જોવા મળી રહી છે. આજકાલ ધર્મેન્દ્રનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે તેમણે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.
-
Friends, with his blessings and your good wishes ...I have started water aerobics along with Yoga and light exercise . Health is his great blessing to keep going. Be happy healthy and strong 🙏 pic.twitter.com/XtjiOXW5AK
— Dharmendra Deol (@aapkadharam) June 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Friends, with his blessings and your good wishes ...I have started water aerobics along with Yoga and light exercise . Health is his great blessing to keep going. Be happy healthy and strong 🙏 pic.twitter.com/XtjiOXW5AK
— Dharmendra Deol (@aapkadharam) June 7, 2021Friends, with his blessings and your good wishes ...I have started water aerobics along with Yoga and light exercise . Health is his great blessing to keep going. Be happy healthy and strong 🙏 pic.twitter.com/XtjiOXW5AK
— Dharmendra Deol (@aapkadharam) June 7, 2021
આ પણ વાંચો- તાપસી પન્નુની ફિલ્મ 'હસીન દિલરૂબા'નું ટિઝર લોન્ચ, ફિલ્મમાં જોવા મળ્યો તાપસીનો બોલ્ડ અંદાજ
ધર્મેન્દ્રે ફન્સને તંદુરસ્ત રહેવા કર્યો અનુરોધ
આ વીડિયોમાં ધર્મેન્દ્ર વોટર એરોબિક્સ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો દર્શાવી રહ્યો છે કે, ધર્મેન્દ્ર હજી પણ કેટલા ફિટ છે. આ વીડિયોની સાથે ધર્મેન્દ્રે કેપ્શન લખ્યું હતું કે, મિત્રો, તેમના આશીર્વાદ અને શુભેચ્છાઓના કારણે મે યોગ, હળવી કસરત અને વોટર એરોબિક્સ કરવાનું શરૂ કર્યું છે. આરોગ્ય એ ભગવાનની એવી દેન છે, જે ચાલતી રહેવી જોઈએ. બધા ખુશ રહો, તંદુરસ્ત રહો અને તાકાતથી ભરપૂર રહો.
આ પણ વાંચો- ફેમિલી મેન વેબ સિરીઝના બીજા ભાગમાં મનોજ બાજપાઈ અલગ અંદાજમાં, અભિનેત્રી સામંથા અક્કિનેનીએ જીત્યા દિલ
ધર્મેન્દ્રના ફેન્સે તેમને કહ્યા રિયલ હી-મેન
તમે જોયું ને ધર્મેન્દ્રનો આ વીડિયો તેમના ફેન્સ પર પ્રેમનો વરસાદ કરી રહ્યો છે અને એક ફેને તો કહ્યું હતું કે, આજે ખબર પડી કે તમને હી-મેન કેમ કહેવામાં આવે છે. અનેક ફેન્સે ધર્મેન્દ્ર પાસેથી પ્રેરણા લીધી છે. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર હવે આગામી ફિલ્મ અપને-2માં જોવા મળશે.