ETV Bharat / sitara

શીખ ધર્મ પર ટિપ્પણીને લઈને દિલ્હી વિધાનસભાની સમિતિએ કંગના રનૌતને પાઠ ભણાવ્યો

શીખ ધર્મ (sikhism) પર વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીને (Offensive comment) લઈને 'આપ'નાં નેતા રાઘવ ચઢ્ઢાની (Raghav Chadha) અધ્યક્ષતામાં દિલ્હી વિધાનસભાની શાંતિ અને સંવાદિતા સમિતિએ અભિનેત્રી કંગના રનૌતને(Actress Kangana Ranaut) પાઠ ભણાવવામાં આવ્યો છે. કંગના રનૌતને 6 ડિસેમ્બરે સમિતિ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

શીખ ધર્મ પર ટિપ્પણીને લઈને દિલ્હી વિધાનસભાની સમિતિએ કંગના રનૌતને પાઠ ભણાવ્યો
શીખ ધર્મ પર ટિપ્પણીને લઈને દિલ્હી વિધાનસભાની સમિતિએ કંગના રનૌતને પાઠ ભણાવ્યો
author img

By

Published : Nov 25, 2021, 7:54 PM IST

  • 'ઈન્સ્ટાગ્રામ' પર કંગનાની ટિપ્પણીઓ કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક
  • કંગના રનૌતને 6 ડિસેમ્બરે સમિતિ સમક્ષ હાજર થવાનું રહેશે
  • શીખ સમુદાય તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની (Delhi Legislative Assembly) શાંતિ અને સંવાદિતા સમિતિએ અભિનેત્રી કંગના રનૌતની (Actress Kangana Ranaut) શીખ ધર્મની (sikhism) સામે તેની વિવાદસ્પદ ટિપ્પણીને લઈને પાઠ ભણાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, કંગનાને 6 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની આગેવાની હેઠળની સમિતિ સમક્ષ હાજર થવાનુ કહેવામાં આવ્યું છે. કંગના રનૌતને શીખ ધર્મ વિશેની વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી (Offensive comment) માટે પાઠ ભણાવવામાં આવ્યો છે.

'ઈન્સ્ટાગ્રામ' પર કંગનાની ટિપ્પણીના કારણે નોટીસ

સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈન્સ્ટાગ્રામ' પર કંગનાની ટિપ્પણીઓ કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી (Offensive comment) હોવાની ફરિયાદોના આધારે નોટિસ જારી કરવામાં આવી છે અને કંગના રનૌતને 6 ડિસેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ફરિયાદોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંગનાએ તેની કથિત પોસ્ટમાં શીખ સમુદાયને ખાલિસ્તાની આતંકવાદી ગણાવ્યા હતા.

આ પણ વાંચો: કંગનાએ હવે મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું, કહ્યું કે બીજો ગાલ આપવાથી ભીખ મળે સ્વતંત્રતા નહીં

કંગનાના નિવેદનને લઈને શીખ સમુદા તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો

કંગનાનાં આ નિવેદનને લઈને શીખ સમુદાય તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ કંગનાને તેની સુરક્ષા પાછી લેવાની અને હોસ્પિટલમાં સારવાર કરાવવાની સલાહ આપી હતી અને તેના નિવેદન પર કેસ દાખલ કરવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો: કંગના રનૌતે કહ્યું, તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી

કંગનાને જેલના સળીયા સુધી ધકેલશું: મનજિંદર સિંહ સિરસા

મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે, કંગના રનૌત માનસિક રીતે બીમાર છે. જેમણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, વડાપ્રધાને જે કાયદા પાછા ખેંચ્યા છે તે ખાલિસ્તાનીઓ સામે ઝૂકી ગયા છે. આ એક ખૂબ જ ખરાબ નિવેદન છે. તેણે વધુમાં કહ્યું હતું કે, સરકારે કંગના રનૌતને રક્ષણ આપ્યું છે. હું સરકારને વિનંતી કરું છું કે તેમને સુરક્ષાની નહીં, હોસ્પિટલની જરૂર છે, જ્યાં તેમની સારવાર થઈ શકે. અમે કંગના વિરુદ્ધ કેસ દાખલ કરીશું અને તેને જેલના સળીયા સુધી ધકેલશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.