મુંબઈઃ અભિનેત્રી દીપિકા પાદુકોણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે કોરોના વાઈરસની મહામારી વચ્ચે મેન્ટલ હેલ્થ વિશે ટોક સેશન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ કોઈ કારણોસર આ ટોક સેશનનુ આયોજન રદ થયું છે, જે ઓનલાઈન ટોક શો આજે થવાનો હતો.આ માહિતી દિપીકા પાદુકોણો સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે.
આજે થવાનો હતો ઓનલાઈન કાર્યક્રમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દીપિકા સાથે આજે ઈન્સ્ટાગ્રમ પર મેન્ટલ હેલ્થ અંગે ઓનલાઈન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. પરંતુ હવે તે રદ થયો છે. મસ્તાની ગર્લ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી છે કે 23 એપ્રિલે આયોજીત ઈન્સ્ટા લાઈવ કાર્યક્રમ રદ થયો છે. જેમાં તે કોરોના વાઈરસ દરમિયાન મેન્ટલ હેલ્થ અંગે વાત કરવાની હતી.
આ અંગે અભિનેત્રી દીપિકની પોસ્ટ
અભિનેત્રી દિપીકાએ પોસ્ટમાં લખ્યું કે, ' મને એ જણાવતાં દુખ થાય છે કે સંજોગોને એવા થયા છે કે ડબલ્યુઓએચના ડાયરેક્ટર જનરલ ડૉ.ટેડ્રોસ અને મારી વચ્ચે કોરોના વાઈરસ મહામારી દરમિયાન મેન્ટલ હેલ્થ પર થનારી વાતચીતનો કાર્યક્રમ જે આજે 23 એપ્રિલે થવાનો હતો એ રદ થયો છે. તેના પર આગામી નોટિસ સુધી રોક લગાવવમાં આવી છે.'
જોકે દીપિકા પાદુકોણે કાર્યક્રમ રદ્દ થવા પાછળનુ કારણ જણાવ્યું નથી. પંરતુ મસ્તાનીએ તેના ફેન્સને આ મહામારી દરિયાન મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવા કહ્યું છે. દીપિકા હાલ પતિ સાને ક્વોરનટાઈનમાં છે.