મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણ 'કોવિડ -19'ને કારણે ચાલુ લોકડાઉન દરમિયાન પોતાનું ઘરનું રસોડું ગોઠવી રહી છે. અભિનેત્રી દરરોજ જુદા-જુદા એપિસોડ દ્વારા અપડેટ્સ શેર કરતી રહે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આજે સોમવારે 'બાજીરાવ મસ્તાની' અભિનેત્રીએ કેટલીક કાપલીઓની તસવીર પોસ્ટ કરી હતી. જેમાં રસોડાના વિવિધ વસ્તુઓના નામ લેબલ પ્રિન્ટીંગ મશીનની સાથે કેટલીક સ્લિપ પર લખ્યાં હતાં. જેમાં ચણા, લાલ મસૂર અને દાળ જેવા નામ આપ્યા હતાં. આ તસવીરની સાથે તેણીનીએ એક પ્રખ્યાત જાપાનના ઓર્ગેનાઇઝિંગ કન્સલ્ટન્ટ મેરી કંડોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ સમયે અભિનેત્રી નીના ગુપ્તાએ પણ રવિવારે વૃદ્ધાવસ્થાના સફેદ વાળને છુપાવવા માટે એક નાનકડી બ્યૂટી ટ્રીક શેર કરી હતી. કારણ કે આ સમયે તમારી પાસે બ્યુટી પાર્લર પર જવાનો કોઈ વિકલ્પ નથી રહ્યો. 60 વર્ષની આ સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સાથે પોસ્ટ પણ લખી હતી.
બોલિવૂડની ઘણી અન્ય હસ્તીઓ હાલમાં કોરોના વાયરસને કારણે ઘરે જ રોકાઈ રહ્યાં છે, ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસની અસર થી કુલ 1071 લોકો પ્રભાવિત થયાં છે.