દીપિકા પાદુકોણ ગત જાન્યુઆરીમાં 2018માં 'પદ્માવત'માં રાણી પદ્માવતી તરીકે દેખાઇ હતી. ત્યારથી જ તેમના ચાહકો તેમની બીજી ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે. આટલી લાંબી રાહ પછી જ દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'છપાક' આવી રહી છે. મેઘના ગુલઝારની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં દીપિકા ઘણી જ દમદાર દેખાઇ રહી છે. ટ્રેલરમાં દીપિકાનું નામ માલતી છે. જે એસિડ અટેક પીડિતા છે. 'છપાક'માં એક છોકરીની સાથે એસિડ અટેકની ઘટના અને તેની ન્યાય મેળવવાની લડાઇને બતાવવામાં આવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
છપાક'માં એક એસિડ હુમલાની પીડિતાના જીવનને રજૂ કરવામાં આવશે અને તે લોકો માટે તે એક પ્રેરણા છે. જેણે આ પ્રકારની સ્થિતિનો સામનો કર્યો છે. મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.