મુંબઈઃ હોળીનો તહેવાર રંગબેરંગી અને ખુશીઓની પળો લઈને આવે છે. હોળી રમવાના ઉત્સાહના લીધે ઘણીવાર કેટલાક લોકોને નુકસાન પહોંચતું હોય છે. બૉલિવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણે હોળીને લઈ એક ખુલાસો કરતા દીપિકાએ કહ્યું હતું કે, 'આ ઘટના હું મુંબઈ આવી તે પહેલા બની હતી. હું મારુ મોડેલિંગનું કેરિયરની શરૂઆત હતી. હું મારી મમ્મી સાથે એક ઑડિશન આપવા જઈ રહી હતી. અમે ચાલીને રોડ ક્રોસ કરી રહ્યાં હતા. હોળીનો તહેવાર હોવાથી બધા ખુબ જ ઉત્સાહિત હતા અને હોળી રમી રહ્યાં હતા. એવામાં છોકરાઓના એક જુથે અમારી પર ઈંડા ફેંક્યા હતા, નિશાન મારા પર હતું, પરંતુ તે ઈંડા મારા બદલે મમ્મી પર પડ્યા. મારી પાસે એકસ્ટ્રા કોઈ બીજી ડ્રેસ પણ નહોતી.'
દીપિકાએ આ વાત શેર કરતાં કહ્યું કે, હોળીના તે દિવસો મને હંમેશા યાદ રહશે. વધુમાં તેણીએ ઉમેર્યુ કે, આ બધું માત્ર હોળીને ઉત્સાહને લઈ થયું હતું. આ સાથે દીપિકાએ કહ્યું હતું કે, મને આ રીતે હોળી રમવી બિલકુલ પસંદ નથી.