મુંબઇ: હાલ આખો દેશ કોરોના વાઈરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે અને તેનાથી બધા પ્રભાવિત થયા છે. મુશ્કેલીના આ સમયમાં ફિલ્મ જગતની ઘણી હસ્તીઓએ પોતાનો સમર્થન આપતાં આગળ આવ્યા છે. જેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ કોવિડ-19 રાહત માટે પીએમ કેરેસ ફંડમાં ફાળો આપવાનું વચન આપ્યું છે અને તેમના લાખો ચાહકોને પણ આવું કરવા પ્રોત્સાહિત કર્યા છે.
બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેયર કરી છે. જેમાં લખ્યું છે કે, 'હાલના સંજોગોમાં નાનામાં નાના પ્રયત્નો પણ મહત્વના છે. અમે પીએમ-કેર્સ ફંડમાં ફાળો આપવાનું વચન આપીએ છીએ અને આશા રાખીએ કે, તમે પણ એમાં ફાળો આપશો. કટોકટીના આ સમયમાં આપણે બધા સાથે છીએ. જય હિન્દ- દીપિકા અને રણવીર.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને કોરોના વાઈરસ સામે લડવાની આર્થિક મદદની અપીલ કરી હતી, ત્યારબાદ શાહરૂખ ખાન, ઋત્વિક રોશન, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, વિકી કૌશલ, સારા અલી ખાન, કાર્તિક આર્યન અને અક્ષય કુમાર બોલિવૂડની અનેક હસ્તીઓએ મદદનો હાથ આગળ લબાવ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનયની વાત કરીએ તો, આગામી સમયમાં દીપિકા-રણવીર કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મ '83'માં જોવા મળશે. આ ફિલ્મ 1983માં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારિત છે. જેમાં અભિનેતા રણવીર સિંહ તે સમયના ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે અને દીપિકા તેની પત્ની રોમીની ભૂમિકામાં જોવા મળશે.