મુંબઇ: મધર્સ ડે પહેલા અભિનેત્રી દેબીના બેનર્જી તેની માતા સાથેની વિતાવેલા સુંદર પળોને યાદ કરી રહી છે. તેણે જણાવ્યું કે, કેવી રીતે તેની માતાએ તેની તમામ ઇચ્છાઓને પૂર્ણ કરી છે અને અભિનેત્રીની સફળ કારકિર્દી પાછળ તેની ભૂમિકા કેટલી મહત્વની છે.
અભિનેત્રીએ જણાવ્યું કે, "તેની માતાએ મારામાં અભિનેત્રી હોવાના બીજને વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હું બાળપણથી જ ફિલ્મોની દિવાની હતી. તે સમયે હું બોલિવૂડની અભિનેત્રીઓ દ્વારા પહેરેલા ક્લાસિક પોશાકો પહેરવા માંગતી હતી. મને યાદ છે કે હું કાજોલ દ્વારા 'બાઝીગર'માં પહેરેલો હાલ્ટર નેક આઉટફિટ પહેરવા માંગતી હતી અને મારી માતાએ તે પોશાક મારા માટે સિવ્યો હતો.
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, "મને લાગે છે કે મેં બોલિવૂડના તમામ ક્લાસિક પોશાકો બાળપણમાં પહેર્યા છે. આ બધુ મારી મારી માતા અને તેના સપોર્ટને કારણે થયું છે." તેણે વધુમાં કહ્યું કે, હું લોકડાઉન પછી માતાને માલદીવ લઈ જવા માંગું છું. અભિનેત્રીએ કહ્યું કે, "મારી માતા છેલ્લાં 6 વર્ષથી તેની સાથે મુંબઇમાં છે, પરંતુ આવા ઝડપી કામ અને કાર્યકારી જીવનને લીધે, અમે વધારે સમય એક સાથે નથી વિતાવી શકતા. તેથી આ લોકડાઉના સમયમાં જ્યારે બધા સાથે છીએ, ત્યારે ભૂતકાળની વાતો યાદ કરીએ છીએ. એકવાર આ મુશ્કેલ સમય જતો રહે તે બાદ હું મારી માતાને માલદીવમાં લઈ જવા માંગુ છું.