ETV Bharat / sitara

ડેવિડ વાર્નર પર છવાયો પુષ્પાનો જાદુ - Film Pushpa's famous dialogues

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વાર્નર (Cricketr David Warner) અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'ના (Allu Arjun Film 'Pushpa') ફિવરમાં કેવી રીતે આવ્યાં તે તમામ ક્રિકેટ પ્રેમીઓ સારી રીતે જાણી ગયાં છે. જેઓ પોતાના સોશિયલ એકાઉન્ટ પર સતત એક પછી એક વીડિયો શેર કરી રહ્યાં છે.

ડેવિડ વાર્નરની ત્રણેય દીકરીઓ પર પુષ્પાનું જાદુ

author img

By

Published : Jan 24, 2022, 5:41 PM IST

Updated : Jan 24, 2022, 5:53 PM IST

ન્યૂઝ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વાર્નર (Cricketr David Warner) અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'ના ( Allu Arjun Film 'Pushpa') ફિવરમાં કેવી રીતે આવ્યાં તે તમામ ક્રિકેટ પ્રેમીઓ સારી રીતે જાણી ગયાં છે. જેઓ પોતાના સોશિયલ એકાઉન્ટ પર સતત એક પછી એક વીડિયો શેર કરી રહ્યાં છે. શરૂઆતમાં તેણે અલ્લુની સ્ટાઈલની કોપી કરી, જેને જોઈને વિરાટ કોહલી પણ પરેશાન થઈ ગયો હતો. આ પછી તેણે પુષ્પાના પ્રખ્યાત ડાયલોગ્સ (Film Pushpa's famous dialogues) પર અભિનય કર્યો અને શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરી લાઈમલાઈટ લૂંટી હતી. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે નથી, પરંતુ તેના બાળકો જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં વાર્નરની દીકરીઓ પુષ્પાના ગીત પર કરી રહી છે ડાન્સ

ડેવિડ વાર્નર પછી હવે તેની ત્રણ દીકરીઓ સામી-સામી પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ રીલને શેર કરતા ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેને કેપ્શનમાં લખ્યું, માતા-પિતા પહેલા મારી છોકરીઓ પુષ્પાના સામી-સામી પર ડાન્સ કરવા માંગતી હતી. તેણે આમાં વાઈફ કેન્ડી વોર્નરને પણ ટેગ કર્યું છે અને અત્યાર સુધીમાં આ રીલને 4.5 લાખ લાઈક્સ મળી ચૂકી છે. આ ત્રણેય માસૂમના ક્યૂટ ડાન્સના વખાણ કરતા લોકો થાકતા નથી. વાર્નરની દીકરીઓના નામ છે આઈવી મે વોર્નર, ઈન્ડી રાય વોર્નર અને ઈસ્લા રોઝ વોર્નર. વીડિયોમાં અનુભવી બેટ્સમેનની ત્રણેય પુત્રીઓ રશ્મિકાને ટક્કર આપી રહી છે, પરંતુ 2 વર્ષની સૌથી નાની ઇસ્લા રોઝનો ડાન્સ જોવા જેવો છે.

વાર્નરને પુષ્પાના બીજા ભાગમાં ડેબ્યૂ કરવાની સલાહ

બીજી તરફ ડેવિડ વાર્નરનો એક બીજો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પુષ્પાના ગીત શ્રીવલ્લી પર એક્ટિંગ કરતો જોવા મળે છે. ડેવિડનો આ વિડીયો જોઈને ફેન્સ તેને દુનિયાનો શ્રેષ્ઠ અભિનેતા કહી રહ્યા છે. આ સાથે ઘણા ચાહકો તેને પુષ્પાઃ ધ રાઇઝના બીજા ભાગમાં ડેબ્યૂ કરવાની સલાહ પણ આપી રહ્યા છે.

પૂર્વ ક્રિકેટરોએ કર્યો પુષ્પા પર અભિનય

ડેવિડની દીકરીઓએ પણ ભારતીય અભિનેતા પ્રત્યે પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો છે, ત્યારે કાંગારૂ બેટ્સમેને ફરી એકવાર પુરવાર કરી દીધું છે કે, તે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો ડાઇ હાર્ડ ફેન છે. જણાવીએ કે, વાર્નર પછી ટીમ ઈન્ડિયાના શિખર ધવન, પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ, રવિન્દ્ર જાડેજા તેમજ સૂર્ય કુમાર યાદવ સહિત ઈશાન કિશન જેવા ક્રિકેટરોએ પુષ્પા પર અભિનય કર્યો છે.

આ પણ વાંચો:

Film 'Ala Vaikunthapuramlo' Release date: અલ્લૂ અર્જુનના ફેન્સ માટે ખુશખબર, 'અલા વૈકુંઠપુરમલો' હિન્દીમાં થશે રિલીઝ

અલ્લુ અર્જુનની 'પુષ્પા' હવે હિન્દીમાં થશે રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં

Last Updated : Jan 24, 2022, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.