ETV Bharat / sitara

ડાન્સ દિવાને-3ના વર્ચુઅલ ઑડિશન્સ શરૂ, માધુરી દીક્ષિત ફરી હશે જજ - ડાન્સ દિવાને-3 માધુરી દીક્ષિત

હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત તેના ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દિવાના'ની ત્રીજી સિઝન સાથે સ્ક્રીન પર પરત ફરી રહી છે. સમાચારો અનુસાર, આ શૉના સ્પર્ધકોના વર્ચુઅલ ઑડિશન્સ શરૂ થઈ ગયા છે. આ રિયાલિટી શોની ત્રીજી સિઝનમાં માધુરી દીક્ષિત, શશાંક ખેતાન અને તુષાર કાલિયા જજ તરીકે પરત ફરશે.

ડાન્સ દિવાને-3
માધુરી
author img

By

Published : May 6, 2020, 8:57 PM IST

મુંબઇ: કોરોના વાઇરસના કારણે લોકડાઉન વચ્ચે ટીવી ઉદ્યોગ પણ ઠપ્પ થઇ ગયો છે. આવી સ્થિતિમાં, ડાન્સના શોખીનો માટે સારા સમાચાર છે. એટલે કે સુપરહિટ રિયાલિટી શો ડાન્સ દિવાનાની ત્રીજી સીઝન જલ્દી જ આવવા તૈયાર છે.

ડાન્સ ક્વીન માધુરી દીક્ષિત પણ આ વખતે જજ તરીકે શોમાં જોડાશે. તેની સાથે શશાંક ખેતાન અને તુષાર કાલિયા પણ જોવા મળશે.

શૉ ની જજ માધુરી દીક્ષિત ટૂંક સમયમાં વર્ચુઅલ ઑડિશન્સ લેવાનું શરૂ કરશે. થોડા સમય પહેલા જ માધુરી દીક્ષિતે ડાન્સ દિવાને 3 નો પ્રોમો શૂટ કર્યો હતો જેમાં તે વાયકોમ 18ના ડિજિટલ પ્લેટફોર્મ પર ઑડિશન વીડિયો શેર કરવા સ્પર્ધકોને કહી રહી છે. ચેનલ આ વીડિયોઝને ટીવી પર પ્રસારિત કરશે.

આ વિશે માધુરીએ કહ્યું કે, આ સમયે દેશ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ડાન્સ આ દેશના લાખો લોકોને તણાવથી દૂર રાખશે. ડાન્સ એ પણ તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો એક માર્ગ છે. હું ખૂબ જ રોમાંચિત છું કે આ શોની નવી સીઝન સાથે આપણે આવા મુશ્કેલ સમયને પસાર કરીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.