- અનુષ્કા અને વિરાટે 11 કરોડ ભંડોળ કર્યું એકત્ર
- લોકોએ આપેલા સમર્થનથી ખુશ
- દંપતીએ માન્યો ચાહકોનો આભાર
હૈદરાબાદ: અભિનેતા અનુષ્કા શર્માએ શુક્રવારે શેર કર્યું કે, તેણે પોતાના પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે શરૂ કરેલું COVID-19નું ફંડ એકઠું કરીવાનો લક્ષ્યાંકને વટાવી દીધો છે. જે 11,39,11,820 રૂપિયા વધારે છે.
આ પણ વાંચો: COVID-19: દેશની આ સ્થિતિમાં જોઇને દુ:ખ થાય છે : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ભંડોળ એકત્ર કરવાની કરી હતી જાહેરાત
આ દંપતીએ 7 મેના રોજ 'કેટો' સાથે મળીને કોવિડ રાહત કાર્ય માટે ભંડોળ એકત્ર કરવાની જાહેરાત કરી હતી. આ અભિયાનનું નામ છે 'ઈન ધીસ ટુગેધર'.
આ અભિયાન દ્વારા 11,39,11,820 રૂપિયા એકત્ર કરવા માટે અનુષ્કા અને વિરાટે શુક્રવારે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોનો આભાર માન્યો હતો. એકત્ર કરેલા ભંડોળને 'એક્ટ ગ્રાન્ટ્સ' આપવામાં આવશે જે તેનો ઉપયોગ ઓક્સિજન, તબીબી કર્મચારીઓ, રસીકરણ જાગૃતિ અને ટેલિમેડિસિન સુવિધા માટે કરશે.
આ પણ વાંચો: અનુષ્કાએ વિરાટ સાથે વિતાવેલી કેટલીક વિશેષ અને કિંમતી ક્ષણો શેર કરી
લોકોના સમર્થનથી ખુશ
શર્માએ કહ્યું કે, લોકોએ આપેલા સમર્થનથી તે ખૂબ જ ખુશ છે.
વર્કની વાત કરીએ તો, અનુષ્કા આગળની કનેડા ફિલ્મ અને ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં પણ જોવા મળશે.