- બાબુ રાવજી શાહની અરજી પર આ સમન્સ મોકલવામાં આવ્યું
- ભણસાલી, આલિયા અને લેખકને 21 મેના રોજ હાજર થવા સમન્સ મોકલ્યું
- રાવજી શાહની અરજી પર સમન્સ મોકલવામાં આવ્યું
મુંબઇ : બાબુ રાવજી શાહની અરજી પર આ સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે, ફિલ્મમાં ગંગુબાઈની છબી નબળી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
'ગંગુબાઈ કાઠિયાવાડી'ના સંદર્ભે ભણસાલી, આલિયાને સમન્સ મોકલ્યું
'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મ સંદર્ભે ડિરેક્ટર સંજય લીલા ભણસાલી, અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મના લેખકોની મુશ્કેલીઓ વધીતી જોવા મળી રહી છે. મુંબઈની મઝાગાંવ કોર્ટે ભણસાલી, આલિયા અને લેખકને 21 મેના રોજ હાજર થવા સમન્સ મોકલ્યું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યએ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મનું નામ બદલવાની કરી માગ
રાવજી શાહની અરજી પર સમન્સ મોકલવામાં આવ્યું
NEIના જણાવ્યા મુજબ, ગંગુબાઈ કાઠિયાવાડીનો દત્તક પુત્ર હોવાનો દાવો કરનારા બાબુ રાવજી શાહની અરજી પર સમન્સ મોકલવામાં આવ્યું હતું. તેમણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે, ફિલ્મમાં ગંગુબાઈની છબી નબળી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મના ટીઝર પહેલા પોસ્ટર રિલીઝ, આલિયાનો નવો અંદાજ
24 ફેબ્રુઆરીએ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થયું
24 ફેબ્રુઆરીએ સંજય લીલા ભણસાલીના જન્મદિવસ પર ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થયું હતું. આમાં આલિયા ગંગુબાઈના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે. 1999ની બ્લોકબસ્ટર ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં એક સાથે કામ કર્યા પછી 22 વર્ષ પછી બંન્ને એક થયા છે.
ભણસાલીએ આલિયાનું દિગ્દર્શન કર્યું
ગંગુબાઈ કાઠિયાવાડીની વાર્તા કામથીપુરાના એક વેશ્યાલયની મેડમ ગંગુબાઈ કોઠાવાળીના જીવન પર આધારિત છે અને તે મુંબઈની હુસૈન જૈદીની પુસ્તક 'માફિયા ક્વીન્સ'ના અધ્યાય પર આધારિત છે. આ પહેલીવાર છે કે, જ્યારે ભણસાલીએ આલિયાનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થવાની છે.