કોચ્ચિ : કેરળમાં સિનેમાં શિયેટર્સ 31 માર્ચ સુધી બંધ રહેશે.સરકારે રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે હવે કેરળમાં થિયેટરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય કોચ્ચિમાં અલગ-અલગ મલયાલમ થિયેટર સંગઠનોની બેઠકમાં લેવામાં આવ્યો છે. હવે 11 માર્ચથી લઈને 31 માર્ચ સુધી રાજ્યના તમામ થિયેટર બંધ રહેશે. આ સાથે રાજ્યના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને રાજ્યમાં સાતમાં ધોરણ સુધીની પરીક્ષાઓ 31 માર્ચ સુધી રદ્દ કરી છે.
મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને જાહેરાત કરી કે, સાતમાં ધોરણ સુધીની પરીક્ષાઓ 31 માર્ચ સુધી રદ્દ કરવામાં આવે છે. આઠમાં, નવમાં અને ધોરણ 10ની પરીક્ષાઓ તેના સમય પર જ થશે.
ઉલ્લેખનીય છે કે કેરળમાં કોરોના વાયરસના 6 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક ત્રણ વર્ષનો બાળક પણ સામેલ છે. બાળકને અર્નાકુલમ મેડિકલ કોલેજના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. મુખ્યપ્રધાને પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે કેરળમાં કોરોના વાયરસના કુલ 12 કેસ થયા છે.