ETV Bharat / sitara

સુશાંતસિંહનાં નિધનને લઇ મુંબઈ પોલીસે 'યશરાજ' ફિલ્મ્સ પાસેથી સુશાંતના કોન્ટ્રાકની વિગતો માગી - 'Detective Byomkesh Bakshi

સુશાંતસિંહ રાજપૂતનાં નિધનની તપાસના ભાગરૂપે, મુંબઈ પોલીસ અધિકારીઓએ કેટલાક મુખ્ય પ્રોડક્શન હાઉસને બોલાવવાનું શરૂ કર્યું છે. તેમણે 'યશરાજ' ફિલ્મને એક પત્ર આપી અને અભિનેતા સુશાંત સાથે થયેલા કંપનીના તમામ કોન્ટ્રાકની વિગતો માગી હતી.

સુશાંત સિંહનાં નિધનને લઇ મુંબઈ પોલીસે 'યશ રાજ 'ફિલ્મને પાઠવ્યો પત્ર

author img

By

Published : Jun 19, 2020, 6:01 PM IST

મુંબઇ: બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં મુંબઈ પોલીસે ‘યશરાજ’ ફિલ્મને એક પત્ર પાઠવ્યો છે અને અભિનેતા સુશાંત સાથે કરાયેલા તમામ કોન્ટ્રાક અંગે માહિતી માગી છે.

બલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ઉંમર 34 વર્ષીની હતી. તેના બાંદ્રાના મકાનમાં આત્મહત્યા કરી હતી. જેના કારણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. અધિકારીએ કહ્યું કે, "પોલીસ વ્યાવસાયિક દુશ્મનાવટ સહિતના અનેક કેસોની તપાસ કરી રહી છે."

અત્યાર સુધી બાંદ્રા પોલીસે 13 થી વધુ લોકોના નિવેદનો લીધા હતા. જેમાં રાજપૂતનો પરિવાર, નજીકના મિત્રો, તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા પણ સામેલ છે.

એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ,'પ્રોફેશનલ એગલથી જોઈએ તો પોલીસે કેટલાક અગ્રણી પ્રોડક્શન હાઉસને પૂછપરછ માટે બોલાવવાનું શરૂ કર્યું છે. આ સંદર્ભે પોલીસે ગુરુવારે યશ રાજ ફિલ્મને પત્ર પાઠવીને સુશાંત સાથે કરવામા આવેલા કોન્ટ્રાકની વિગતો માગી છે. તેઓએ સાઇન કરેલા કોન્ટ્રાકની કોપી પણ માગી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી કેટલાક દિવસોમાં, પ્રોડક્શન હાઉસ અને અભિનેતા વચ્ચે પ્રોજેક્ટ પર સાઇન કરવામાં મદદરૂપ બનેલા લોકોને પોલીસ બોલાવી શકે છે.

રાજપૂતે મનીષ શર્મા નિર્દેશિત યશ રાજ ફિલ્મની શુદ્ધ દેશી રોમાંસ (2013) અને દિબાકર બેનરજી દ્વારા નિર્દેશિત 'ડિટેક્ટીવ બ્યોમકેશ બક્ષી' (2015) માં કામ કર્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.