ન્યૂઝ ડેસ્ક: મહેશ માંજરેકર ફરી એકવાર પોતાની ફિલ્મને લઈને કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. મરાઠી ફિલ્મ 'નય વરણ ભટ લોંચા કોન નય કોનચા'થી તેની મુશ્કેલી વધી રહી છે. ફિલ્મમાં સગીર બાળકો સાથે અશ્લીલ દ્રશ્યો દર્શાવવા બદલ મહેશ માંજરેકર વિરુદ્ધ POCSO એક્ટ (POCSO Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો (Complaint against Mahesh Manjrekar) છે. આ કેસ નોંધવામાં આવ્યો, ત્યારે મહેશ માંજરેકરે આ બાબતે પોતાનું મૌન તોડી (Mahesh Manjrekar Reaction) અને સ્પષ્ટ કહ્યું કે, "તે તેની ફિલ્મ સાથે છે".
મહેશ માંજરેકર કહ્યું કે..
મીડિયા સાથે વાતચીત દરમિયાન મહેશ માંજરેકર કહ્યું કે, "તેણે કાનૂની માર્ગ અપનાવ્યો છે, તેથી મારા વકીલ તે મુજબ જવાબ આપશે. હું મારી ફિલ્મ સાથે છું કારણ કે, ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે, તેથી આ વિશે હું વધુ શું કહી શકું?
આ પણ વાંચો: Vikram First Look: 'વિક્રમ વેધા'ના 'વિક્રમ'નો ફર્સ્ટ લૂક કરાયો રિલીઝ
NCWના વડા ખા શર્માએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને લખ્યો પત્ર
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ના વડા રેખા શર્માએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખ્યો હતો. આ પત્રમાં, NCW વડાએ 'સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સગીરોને સામેલ કરનારી સેક્સ્યુઅલી એક્સ્પ્લિસિટ મટિરિયલના ઓપન સર્ક્યુલેશન' પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે મહેશ માંજરેકર ફિલ્મનું ટ્રેલર લૈંગિક સ્પષ્ટ સામગ્રી દર્શાવે છે અને તેમાં મહિલાઓ અને બાળકોને વાંધાજનક દ્રશ્ય સાથે દર્શાવવામાં આવ્યા છે.
તપાસના આદેશ કરાયા
થોડા દિવસો પહેલા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) કોર્ટે મુંબઈ પોલીસને અભિનેતા અને ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર અને મરાઠી ક્રાઈમ-ડ્રામા સાથે સંકળાયેલા તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરી અને તપાસનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મમાં કથિત રીતે બાળકોના વાંધાજનક સીન શૂટ કરવા બદલ દાખલ કરવામાં આવેલી અરજીની તપાસ માટે વિશેષ અદાલતે નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: કંગના રનૌતે કરેલી કોમેન્ટ પર આલિયા ભટ્ટે આપ્યો કરારો જવાબ