મુંબઇ: ફોક્સ સ્ટાર હિન્દીના આગામી વેંચર 'લૂટકેસ', જે તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તારીખ જાહેર કરી છે. ફિલ્મના ટ્રેલરને તેની વિચિત્ર અને અસામાન્ય સ્ટોરી માટે ઘણી પ્રશંસા મળી છે અને હવે આ ફિલ્મ 31 જુલાઈ 2020ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝનીપ્લસ હોટસ્ટાર પર આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી રૂપે રિલીઝ થશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'લૂટકેસ'માં મધ્યમ પરિવારની સ્ટોરી બતાવવામાં આવી છે. તે એક કોમેડી ફિલ્મ છે, જેમાં વ્યક્તિને પૈસાથી ભરેલી સૂટકેસ મળે છે.
કૃણાલ ખેમુ, રસિકા દુગ્ગલ, રણવીર શૌરી, વિજય રાજ અને ગજરાજ રાવ અભિનિત આ ફિલ્મનું નિર્દેશન રાજેશ કૃષ્ણન કરી રહ્યા છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને સોડા ફિલ્મ્સ પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ કરેલી છે અને રાજેશ ક્રિષ્નન અને કપિલ સાવંત દ્વારા લખાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, હોટસ્ટાર પર આ ફિલ્મના રિલીઝની જાહેરાત સાત ફિલ્મોની સાથે સાથે કરવામાં આવી હતી. જે તાજેતરમાં જ રિલીઝ થવાની છે.