મુંબઇ: અનુરાગ કશ્યપની આવનારી ફિલ્મ ‘ચોક્ડ: પૈસા બોલતા હે’ તે ફિલ્મમાં નોટબંધીએ એક અભિન્ન ભૂમિકા ભજવી છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે નોટબંધીએ પૈસાની અને લગ્નની કહાનીને સરળ રીતે જોડવામાં મદદ કરી.
ફિલ્મ નિર્માતાએ કહ્યું, "ચોક્ડ: પૈસા બોલતા હૈ' હંમેશાં એક મહાન વિચાર અને સારી સ્ક્રિપ્ટ હતી, પરંતુ તેમાં 'એક્સ-ફેક્ટર' નો અભાવ હતો. જેથી ડિમોનેટાઇઝેશને તેને એક સાથે જોડવાનું કામ કર્યું."
ફિલ્મ બનાવવાની બાબતમાં અનુરાગે આઈએએનએસને કહ્યું, "ફિલ્મ પર કામ કરવું એ એક સારી પ્રક્રિયા હતી, આની શરૂઆત 2015માં એક સ્ક્રિપ્ટની સાથે થઇ હતી. તે સમયે કોઇ નોટબંધી થઇ ન હતી, પરંતુ ત્યારબાદ નોટબંધી થતા તેનો સ્ક્રિપ્ટમાં સમાવેશ કરવા માટે અમે ફરી સ્ક્રિપ્ટ લખી હતી.
ઉલ્લેખનિય છે કે 2016માં સરકારે નોટબંધી કરી હતી. જેમાં 500 અને 1000ની નોટોને રદ કરાઇ હતી.
આ નિર્ણય પછી, દેશની બેંકોમાં લાંબી કતારો લાગી ગઈ હતી, લોકો જૂની નોટોને નવી સાથે બદલવાની જુદી જુદી રીતો શોધી રહ્યા હતા અને લગ્ન જેવા ઘણા મોટા પ્રસંગોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, “આ ફિલ્મ હંમેશા પૈસા અને લગ્નની બાબત પર હતી, પરંતુ અમે જ્યારે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે જ નોટબંધી થઈ હતી અને તે ફિલ્મનો એક ભાગ બન્યો હતો ડિમોનેટાઇઝેશનને કારણે, ફિલ્મને અચાનક જ એક સારો આધાર મળ્યો હતો.”
‘ચોક્ડ: પૈસા બોલતા હે’ ફિલ્મ એક મધ્યમવર્ગીય ગૃહિણીની કહાની છે. ડિમોનેટાઇઝેશન કેવી રીતે તેના જીવનમાં પરિવર્તન લાવે છે. તેમજ તેના બેરોજગાર પતિને તે કેવી રીતે મદદ કરી રહી છે તેના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
અનુરાગે કહ્યું, "મારી ફિલ્મ બનાવવાની પ્રક્રિયા પણ બદલાઈ રહી છે, કારણ કે મે જે છેલ્લી ત્રણ ફિલ્મો કરી છે તે ફિલ્મ માટેનો વિચાર મને નહી પણ બીજાને આવ્યા હતા. ઘણીવાર બીજાના વિચારો પણ આપણે ઘણી મદદ કરે છે.
‘ચોક્ડ: પૈસા બોલતા હે’ ફિલ્મ 5 જૂનથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહી છે.