ETV Bharat / sitara

સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં વધુ 4 ફિલ્મી હસ્તીઓ વિરુદ્ધ કેસ દાખલ - એડવોકેટ સુધીરકુમાર ઓઝા

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં વધુ 4 ફિલ્મી હસ્તીઓ મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી અને કૃતિ સેનન પર મુઝફ્ફરપુર કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. એડવોકેટ સુધીર ઓઝાએ આ કેસ કર્યો છે.

Case Filed against mukesh, mahesh, rhea and kriti sanon in muzaffarpur Court
સુશાંત આત્મહત્યા કેસમાં વધુ 4 ફિલ્મી હસ્તીઓ વિરુદ્ધ કેસ દાખલ
author img

By

Published : Jun 23, 2020, 5:28 PM IST

મુઝફ્ફરપુર: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેમના બાંદ્રા સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુ પછી નેપોટિઝમ અંગેનો વિવાદ ચાલુ છે. આ કેસમાં સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, કરણ જોહર સહિત 8 લોકો વિરુદ્ધ મુઝફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુ 4 ફિલ્મ હસ્તીઓ મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી અને કૃતિ સેનન પર મુઝફ્ફરપુર કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. એડવોકેટ સુધીર ઓઝાએ આ કેસ કર્યો છે.

મુઝફ્ફરપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ ફિલ્મ જગતના નિર્માતા-દિગ્દર્શક સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ પત્ર દાખલ કરવામાં આવ્યો છે. તેમાં કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, ભૂષણ કુમાર, એકતા કપૂર અને નિર્માતા-દિગ્દર્શક દિનેશ વિજન જેવી હસ્તીઓ શામેલ છે. જેમના પર મૃત્યુના કેસમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યાનું કાવતરું ઘડવાનો અને હત્યા કરવાનો આરોપ છે. આ કેસ સ્થાનિક એડવોકેટ સુધીરકુમાર ઓઝા દ્વારા કરવામાં આવ્યો છે. સુધીરે કહ્યું કે, કોર્ટ આ કેસની આગામી સુનાવણી 3 જુલાઈએ નક્કી કરી છે.

આ પછી ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી અને કૃતિ સનન સામે કેસ કરવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે મુઝફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે પતાહીના રહેવાસી કુંદન કુમારે નોંધાવેલી છે. જે અંતર્ગત કોર્ટે સુનાવણી માટે 24 જૂન તારીખ નક્કી કરી છે. આ કેસમાં મહત્તમ સજા 10 વર્ષ થઈ શકે છે.

કુંદન કુમારે આરોપ લગાવ્યો છે કે, સુશાંતસિંહ રાજપૂતે તેના પરિવારના સભ્યો સાથે વાત કર્યા પછી રિયા ચક્રવર્તી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ દરમિયાન, રિયાએ સુશાંત સાથેના તેના સંબંધોને સમાપ્ત કર્યા હતા. આટલું જ નહીં, આ દરમિયાન રિયા પણ સુશાંતને ક્યારેક-ક્યારેક ફોન કરીને ઉશ્કેરણી કરતી હતી, જેના કારણે સુશાંત ડિપ્રેશનમાં ગયો હતો અને તેને આત્મહત્યા જેવું પગલું ભરવાની ફરજ પડી હતી. કુંદન કુમારે જણાવ્યું હતું કે, સુશાંતે રિયાના પ્રેમજાળમાં ફસાઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જમુઈના સાંસદ ચિરાગ પાસવાને થોડા દિવસો પહેલા મુખ્યપ્રધાન નીતીશ કુમારને અભિનેતાની આત્મહત્યા અંગે એક પત્ર લખ્યો હતો. તેમણે મુખ્યપ્રધાન પાસે માંગ કરી હતી કે, તેઓ મહારાષ્ટ્ર સરકાર સાથે વાત કરે જેથી આ મામલાની તપાસ યોગ્ય રીતે થઈ શકે.

કોંગ્રેસે મંગળવારે ગૃહપ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ એક અલગ પત્ર લખીને સુશાંતની આત્મહત્યાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.