મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને રાખી બૉલીવુડના ઘણા સેલેબ્સે તેમના ઘરોની લાઈટો બંધ કરી મીણબત્તીઓ કરી હતી. જેમાં અક્ષય કુમાર, કરણ જોહર, દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત, નુશ્રત ભરૂચા અને તાપસી પન્નુ વગેરેનો સમાવેશ થાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અક્ષય કુમારે ઘરની લાઈટ બંધ કરી દીવો પ્રગટાવ્યો હતો. મીણબત્તીની તસવીર શેર કરતાં તેમણે લખ્યું હતું કે, 'અમે સાથે ઉભા છીએ અને સાથે મળીને આ અંધકારમાંથી બહાર આવીશું. ત્યાં સુધી મજબૂત રહો, સુરક્ષિત રહો. # 9 વાગ્યે 9 મિનિટ.'
- View this post on Instagram
Let there be light.....there is light at the end of this dark tunnel....
">
દીપિકા પાદુકોણે પણ કોરોના સામે જંગ લડવા માટે રોશની કરી એકતાનો સંદેશ આપ્યો હતો. દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. જેમાં તે તેની પતિ રણવીર સાથે જોવા મળી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રણવીર સિંહે પણ આ ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો શેર કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કરણ જોહરે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પુત્ર યશ અને પુત્રી રુહી સાથે દીવો પ્રગટાવતા જોવા મળ્યા હતાં. વીડિયો કેપ્સનમાં લખ્યું હતું કે, 'રોશની રહને દો... યહા લાઈટ હૈ ઔર અંધેરી ગુફાનો અંત.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તાપસી પન્નુએ પીએમ વડાપ્રધાનની અપીલને સમર્થન આપતાં તેમની બાલ્કની પર દિવો પ્રગટાવી મીણબત્તી રાખી હતી.