ETV Bharat / sitara

મુકેશ છાબરાએ વીડિયો શેર કરી સુશાંતને કર્યો યાદ, કહ્યું- 'કોઇ ઓડિશનમાં ફેલ થયો નથી' - મુકેશ છાબરાએ લખી પોસ્ટ

સુશાંત સિંહ રાજપૂતના નિધનના 2 અઠવાડિયા બાદ તેના સારા મિત્રોમાંથી એક મુકેશ છાબરાએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મુકેશે એક ખૂબ જ ભાવુક વીડિયો શેર કર્યો હતો. જેમાં સુશાંતના ઓડિશન્સની જર્ની બતાવવામાં આવી રહી છે.

Mukesh Chhabra's emotional tribute to Sushant Singh Rajput

author img

By

Published : Jun 28, 2020, 7:41 PM IST

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતેના નિધનના 2 અઠવાડિયા થઇ ગયા છે. પરંતુ તેના મોતના દુઃખથી તેના ફેન્સ બહાર આવી શક્યા નથી.

બૉલિવુડ ઇન્ડસ્ટ્રીના લોકો પણ આજકલ સોશિયલ મીડિયા દ્વારા દિવંગત અભિનેતાને યાદ કરતા જોવા મળી રહ્યા છે.

હવે હાલમાં જ તેના બેસ્ટ ફ્રેન્ડ મુકેશ છાબરાએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે એક ખૂબ જ ભાવુક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુશાંતના ઓડિશન્સની જર્ની છે.

સુશાંતના ફિલ્મમેકર દોસ્ત મુકેશ છાબરા અને તેની ટીમે તેમના ઓડિશન્સના બિહાઇન્ડ ધ સીન ક્લિપ પોસ્ટ કરી હતી. તેમણે ક્લિપની સાથે કેપ્શનમાં લખ્યું કે, તે છોકરો જે કોઇ ઓડિશનમાં ફેલ થયો નથી.

સુશાંતના નિધનના બીજા દિવસે મુકેશ છાબરાએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી, સુશાંત મારા ભાઇ જેવો હતો, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દિલ તોડનારૂં છે, મારી પાસે શબ્દ નથી. ઇન્ડસ્ટ્રીએ એક હીરો ગુમાવ્યો છે. જેની જગ્યા કોઇ લઇ શકશે નહીં. ખૂબ જ દુઃખી અને સદમામાં છું. હું અત્યારે પણ વિશ્વાસ કરી શકતો નથી. અમારી ક્યારેય ખતમ ન થનારી વાતચીત અચાનક ખતમ થઇ છે. આશા કરું છું કે, તુ સારી જગ્યાએ છો મારા ભાઇ. હંમેશા તને યાદ કરીશ અને પ્રેમ કરીશ. મારા ભાઇ.

વધુમાં જણાવીએ તો સુશાંતે પોતાના મુંબઇ સ્થિત ઘરે 14 જૂને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. પોલીસ તપાસમાં લાગી છે. જે હેઠળ તેની સાથે જોડાયેલા લોકોના નિવેદનની નોંધ કરવામાં આવી છે. અત્યાર સુધી 27 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.

મુકેશ છાબરા પણ તે 27 લોકોમાંથી એક છે, જેની સુશાંત વિશે પોલીસે પૂછપરછ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.