પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કલીપ શેર કરીને 'કબીર સિંઘ'ની આ અભિનેત્રીએ પોસ્ટમાં 'પેક-અપ' લખ્યું અને લખનઉ શહેરને ટેગ કર્યું હતું. કિયારાની આગામી મહિલા કેન્દ્રિત ફિલ્મ ગયા મહિનાના અંતમાં ફ્લોર પર ગઈ હતી અને આ ફિલ્મમાં તેની સામે 'સ્ટુડન્ટ ઓફ ધ યર-2'નો અભિનેતા આદિત્ય સીલ જોવા મળશે. આ ફિલ્મ બંગાળી લેખક-ફિલ્મ નિર્માતા અબીર સેનગુપ્તાની પહેલી બૉલિવૂડ ફિલ્મ છે. આજના યુગની પ્રેમકહાની દર્શાવતી આ ફિલ્મ ડેટિંગ એપ્સના ટ્રેન્ડ પર આધારિત છે. આ ફિલ્મ ગાઝીયાબાદની એક યુવતી ઈન્દુ ગુપ્તા વિષે છે. જે ડેટિંગ એપ્સ પરના પોતાના રાઈટ સ્વાઇપ અને લેફ્ટ સ્વાઇપનાં પરિણામે મુસીબતમાં ફસાઇ છે.
આ ફિલ્મનું નિર્માણ નિખિલ અડવાણી, નિરંજન આયંગર રાયન સ્ટીફન અને મધુ ભોજવાની સાથે મળીને કરી રહ્યા છે. કિયારા છેલ્લીવાર શાહિદ કપૂર સાથે 'કબીરસિંઘ' માં દેખાઈ હતી. તેની પાસે હાલ બીજી ઘણી ફિલ્મો છે, જેમાં એક 'ગુડ ન્યુઝ' પણ છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, કરીના કપૂર ખાન અને દિલજિત દોસાંજ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત 'લક્ષ્મી બૉમ્બ'માં પણ તે અક્ષયકુમાર સાથે દેખાશે.