- બોલીવૂડ અભિનેત્રી Kangnaએ દેશના નામ અંગે આપી સલાહ
- દેશનું નામ 'ઈન્ડિયા'ની જગ્યાએ ભારત રાખવા આપી સલાહ
- India નામ અંગ્રેજોએ આપ્યું હતું, જે ગુલામીની ઓળખઃ કંગના
અમદાવાદઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત (Bollywood actress Kangana) અને વિવાદને પરસ્પર સંબંધ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કંગના રણૌત ફરી એક વાર વિવાદમાં સપડાઈ છે. કંગના રણૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે, આ વખતે કંગનાએ દેશનું નામ બદલવાની સલાહ આપી છે. કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી Indiaનું નામ બદલીને Bharat કરવાની ઈચ્છા જાહેર કરી છે. આ સાથે જ કંગનાએ લખ્યું હતું કે, ઈન્ડિયા નામ અંગ્રેજોએ રાખ્યું હતું અને આ ગુલામીની ઓળખ છે.
કંગના રણૌતે ફેસબુક (Facebook) અને કૂ (Koo) એપમાં એક પોસ્ટ મુકી હતી, જેમાં તેણે Bharat અને India વચ્ચે તફાવત જણાવ્યો હતો. ભારતની વ્યાખ્યા જણાવતાં કંગનાએ લખ્યું હતું કે, આ એક સંસ્કૃત શબ્દ છે. ભથી ભાવ, રથી રાગ અને તથી તાલ આવી રીતે ભારતનો અર્થ થાય છે. આ ઉપરાંત ઈન્ડિયાને લઈને પણ કંગનાએ પોતાની વાત મૂકી છે. કંગનાએ જણાવ્યું હતું કે, ભારત ત્યારે જ પ્રગતિ કરી શકશે કે જ્યારે તે પોતાની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિમાં વિશ્વાસ કરીને તે જ રસ્તા પર આગળ વધશે. કંગનાએ તમામ લોકોને વેદો, ગીતા અને યોગ તરફ જોડવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ બોમ્બે હાઈકોર્ટે કંગનાને આપ્યો ઝટકો, પાસપોર્ટ રિન્યુઅલ મામલે રાહત આપવા હાઈકોર્ટે કર્યો ઈનકાર
સોશિયલ મીડિયા પરની પોસ્ટ અને એક્ટિંગથી ચર્ચામાં રહે છે કંગના
કંગના રણૌત (Bollywood actress Kangana) પોતાની એક્ટિંગ, નિવેદનો અને સોશિયલ મીડિયા પરની પોસ્ટ પરથી તો ચર્ચામાં રહે જ છે. જોકે, હાલમાં કંગનાએ દેશનું નામ India ની જગ્યાએ Bharat રાખવાની સલાહ આપી ફરી એક વાર તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. તો બીજી તરફ કંગના આગામી ફિલ્મ 'થલાઈવી', 'ધાકડ'માં જોવા મળશે.
આ પણ વાંચોઃ Bollywood actress Kangana Ranaut એ સોશિયલ મીડિયા પર મૂકી વિવાદી પોસ્ટ