ટ્વિંકલ ખન્નાએ પોતાની ડબ્બા સ્ટોરી શેર કરતા લખ્યું કે, 'હું અમુક જગ્યાએ' 'વડા પાંઉ ગર્લ' બની જાઉ છું, પરંતુ હું મારા ડબ્બામાં યમ્મી બીટરૂટ- આલુ ટિક્કી જેવું હેલ્ધી ફુડ્સ રાખવા ઇચ્છું છું.
પોત-પોતાની સ્ટોરી શેર કરવા ઉપરાંત ઇન્સ્ટાગ્રામ યુઝર્સ એકબીજાને ચેલેન્જ પણ આપી રહ્યા છે. ટ્વિંકલ ખન્નાએ આગળ લખ્યું કે, 'હું @akshaykumar @malaikaaroraofficial અને @iamsonalibendre ને પણ આ ચેલેન્જમાં નોમિનેટ કરૂં છું. મારે જોવું છે કે, તમારા ડબ્બામાં શું છે? હું તમારા ફેવરિટ હેલ્ધી ખોરાક વિશે જાણવા ઇચ્છું છું.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ટ્વિંકલે પોતાની આ પોસ્ટમાં બીટરૂટ ટિક્કીની રેસિપી પણ જણાવી હતી. એક્શન-હીરો અને ટિવંકલના પતિ અક્ષય કુમારે પણ ડબ્બા સ્ટોરી જણાવતા લખ્યું કે, @twinklekhanna એ મનેનોમિનેટ કર્યો છે. શુદ્ધ ખાવું કોઇ ઓપ્શન નથી પણ જીવન જીવવાનો અંદાજ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેતાએ પોતાના ફુડ ટેબલથી ફોટો શેર કરી હતી જેમાં તેના હાથમાં ચિયા પુડિંગ અને તાજા ફળોનો ટોસ્ટ હતો.
અભિનેતાએ કૈટરીના કૈફ, ભૂમિ પેડનેકર અને શિખર ધવનને આ ચેલેન્જમાં ભાગ લેવા નોમિનેટ કર્યા છે.
આ ટ્રેન્ડને જોતા એક્ટ્રેસ મલાઇકા અરોરાએ પણ ચેલેન્જને સ્વીકારી એક વીડિયો શેર કર્યો હતો અને તેના ડબ્બામાં શું છે તે વિશે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે લખ્યું હતું કે, આભાર, @twinklekhanna અને વીગન (દૂધ ઉત્પાદન ન ખાનારા શાકાહારી) ખાવા માટે મારા પ્રયાસો શરૂ છે, હેલ્થી ખોરાક ખાવાનું પણ ચાલું જ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રીએ પોતાના લઝીઝ અને તંદુરસ્ત ખોરાકની એક ઝલક બતાવતા શિલ્પા શેટ્ટી, સોફા ચૌધરી, અર્જુન કપૂરને આ ચેલેન્જ માટે નોમિનેટ
કર્યા છે.