ETV Bharat / sitara

ઓફિસમાં તોડફોડ મામલે કંગના વિરુદ્ધ બીએમસીએ ખર્ચ કર્યા 82.50 લાખ રુપિયા

બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના ઘર પર BMC દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં BMCએ અત્યારસુધીમાં એડવોકેટ પર 82 લાખ રુપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. આર્થિક સંકટ બાદ BMCના ખર્ચા બાદ ભાજપ શિવસેના અને BMCની અલોચના કરી છે.

author img

By

Published : Oct 28, 2020, 9:40 AM IST

Kangana Ranaut
Kangana Ranaut

મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતના ઘર પર બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કાર્યવાહી પર મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ છે. આ મામલે BMC એડવોકેટે અત્યારસુધીમાં 82.50 લાખ રુપિયાથી વધુનો ખર્ચ કરી ચૂકી છે. આપને જણાવી દઈએ કે, કંગનાએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ વાત આરટીઆઈ હેઠળ સામે આવી છે.

આરટીઆઈ કાર્યકર્તા શરદ યાદવે જાણકારી આપી છે કે, BMC તરફથી એસ્પી ચિનૉય હાઈકોર્ટમાં આ કેસ લડી રહ્યા છે. કોરોનાના કારણે મુંબઈ મહાપાલિકા પર આર્થિક સંકટ છે. ત્યારબાદ આટલો ખર્ચ કર્યા બાદ ભાજપે BMC અને શિવસેના પર નિશાન સાધ્યું છે.

મ્યુનિસિપલે ગેરકાયદેસર બાંધકામના આરોપમાં કંગનાને 354 નોટિસ આપી છે. આ નોટિસના જવાબ ન મળતા BMCએ મણિકર્ણિકા ફિલ્મ કાર્યાલયમાં ગેરકાયદેસર બાંધકામ હોવાથી બુલડોઝર ફેરવ્યું હતુ.

આરટીઆઈ કાર્યકર્તા શરદ યાદવે જાણકારી માંગી હતી કે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ક્યા વકીલને નિયુક્ત કર્યા હતા. તેમણે કેટલી ચુકવણી કરી છે. આ મામલે હાઈકોર્ટમાં લઈ જવા માટે એસ્પી ચિનૉયના વકીલને નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ વચ્ચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કહી રહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન આવક બંધ હોવાના કારણે આર્થિક સંકટમાં છે. ભાજપ પાર્ષદ અભિજીત સામંતે પૈસાની બરબાદી માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલોચના કરી છે.

આ પણ વાંચો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.