મુંબઈઃ અભિનેત્રી તેજસ્વી પ્રકાશે 'બિગ બોસ 15'ની (bigg boss 15 Grand Finale) ટ્રોફી જીતી લીધી છે. રવિવારે રાત્રે આયોજિત 'બિગ બોસ 15' ફિનાલેમાં વિજેતાની (Bigg boss 15 Winner) જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે પ્રતિક સહજપાલ ફર્સ્ટ રનર અપ અને કરણ કુન્દ્રા સેકન્ડ રનર અપ રહ્યા હતા.
તેજસ્વી પ્રકાશને ઈનામી રકમ તરીકે 40 લાખ રૂપિયા મળ્યા
આ રીતે ચાર મહિના જૂના ટીવી રિયાલિટી શો બિગ બોસની આ સિઝનનો અંત થઇ ગયો છે. 'બિગ બોસ 15'ની વિજેતા તેજસ્વી પ્રકાશને ટ્રોફીની સાથે ઈનામી રકમ તરીકે 40 લાખ રૂપિયા મળ્યા હતા. ફિનાલેમાં તેજસ્વીને પ્રતિક સહજપાલ, કરણ કુન્દ્રા, શમિતા શેટ્ટી અને નિશાંત ભટ્ટે ટક્કર આપી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેજસ્વી પ્રકાશને નાગિન 6માં કામ કરવાની ઓફર
જણાવીએ કે મહિનાઓના સંઘર્ષ બાદ આખરે તેજસ્વી પ્રકાશ આ શોની વિજેતા બની હતી. ટોચના 3માં પહોંચ્યા પછી, તેજસ્વીએ કરણ કુન્દ્રા અને પ્રતીક સહજપાલને હરાવી બિગ બોસ 15ની ટ્રોફી જીતી લીધી છે. બિગ બોસ 15 તેજસ્વી માટે ખૂબ જ લકી રહ્યું છે કારણ કે, તેજસ્વીએ માત્ર 40 લાખ રૂપિયાની ઈનામી રકમ જ જીતી નથી, પરંતુ તેને નાગિન 6માં (Nagin season 6) કામ કરવાની ઓફર પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Arab Fashion Week 2022: અરબ ફેશન વીકમાં ભાગ લઇ ઉર્વશી રાૈતેલાએ સર્જ્યો ઇતિહાસ
ફિનાલેમાં ટોપ 2માં તેજસ્વી અને પ્રતિક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી
ફિનાલેમાં, ટોપ 2માં તેજસ્વી અને પ્રતિક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. શોમાં હાજર દરેક વ્યક્તિને એવી આશા હતી કે બિગ બોસ 15નો વિજેતા પ્રતીક જ હશે ઉપરાંત, સોશિયલ મીડિયા પર પણ વિજેતા તરીકે પ્રતીકના નામની જ ચર્ચા થઈ રહી હતી, પરંતુ આ વખતે ટ્રોફી તેજસ્વીના નામે લખવામાં આવી હતી. તેથી જ તેણે ફાઈનલ મેચમાં પ્રતિકને હરાવીને ઝળહળતી ટ્રોફી પર કબજો કર્યો હતો. બિગ બોસ 15ની ટ્રોફી જીત્યા બાદ તેજસ્વી પ્રકાશે માતા-પિતા સાથેની પહેલી તસવીર શેર કરી છે. જેમાં બ્લેક ડ્રેસમાં તેજસ્વી બિગ બોસની ટ્રોફી હાથમાં લઈને તેના પેરેન્ટસ સાથે ખૂબ જ ખુશ દેખાઇ રહી છે.
આ પણ વાંચો: Ala Vaikunthapuramlo Trailer Release: અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી ટ્રેલર રિલીઝ
જાણો કોણ છે તેજસ્વી પ્રકાશ?
કોણ છે તેજસ્વી પ્રકાશ? બિગ બોસ 15ની ટ્રોફી જીતતા પહેલા તેજસ્વી પ્રકાશે કલર્સના શો 'સ્વરાગિની'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ શોએ તેને એક ઓળખ આપી હતી, ત્યારબાદ તે રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી સીઝન 10'માં (Khatro ke Khiladi season) જોવા મળી હતી. ખતરોં કે ખિલાડી પછી, તેજસ્વીએ બિગ બોસમાં એન્ટ્રી લીધી અને જીત્યા પછી જ બહાર આવી હતી. કરણ કુન્દ્રા ઓછા વોટના આધારે ટોપ 2માં પોતાની જગ્યા બનાવી શક્યા નથી. નિશાંત ભટ્ટ બિગ બોસ 15 ના ટોપ 5માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો, પરંતુ ફાઇનલમાં પહોંચ્યા બાદ તેણે 10 લાખની કિંમતની સૂટકેસ ઉપાડીને વિજેતાની રેસમાંથી પોતાને અલગ કરી દીધા.