મુંબઇઃ દેશમાં લૉકડાઉનને લીધે બૉલિવૂડ સેલેબ્સ ઘરમાં પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે. બૉલિવૂડના શહેંશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા કોવિડ-19 વિશે સતત લોકોને જાગૃત કરી રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાનો જૂનો ફોટો શેર કર્યો હતો. આ વખતે અમિતાભ બચ્ચને પોતાના પહેલા ફોટોશૂટનો ફોટો શેર કર્યો છે.
અમિતાભ બચ્ચને ફોટો શેર કરતા લખ્યું કે, 1969માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઇન કર્યા બાદ ફિલ્મ મેગેઝિન માટેનું પહેલું ફોટોશૂટ. આ ફોટોશૂટ મેગેઝિન સ્ટાર એન્ડ સ્ટાઇલ માટે કરવામાં આવ્યું હતું જે તે સમયે ફિલ્મફેરની સાથે ખૂબ જ સારી મેગેઝિન હતી. સ્વાભાવિક છે કે, તે સમયે હું ન તો સ્ટાર હતો, ન તો મારામાં સ્ટાઇલ હતી.
અમિતાભ બચ્ચનની આ પોસ્ટને તેના ફેન્સ અને બૉલિવૂડ સેલેબ્સ બંને જ ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે, શાનદાર, મેં હમણા જ તમારી ફિલ્મ સિલસિલા જોઇ છે. બૈસાખીના તહેવાર પર અમિતાભ બચ્ચને એક તેરી રબને બનાદી જોડીના ગીતનો ફોટો શેર કરતા શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું કે, બૈસાખીના અવસર પર અનેક શુભેચ્છા.