હાલમાં જ પોતાના બ્લોગ પોસ્ટમાં બિગ બીએ કહ્યું કે, તેઓ 18 કલાક શિફ્ટ કરી રહ્યા છે. પોસ્ટમાં બિગ બીએ ઉલ્લેખ કર્યો કે, હોસ્પિટલમાં દાખલ થવાને કારણે ઘણું કામ પેન્ડિંગ પડ્યું છે. અભિનેતાએ એક દિવસમાં 'કોન બનેગા કરોડપતિ'ના 3 એપિસોડનું શૂટિંગ કર્યું હતું.
બિગ બીએ બ્લોગમાં લખ્યું કે, 'હાં સર હું કામ કરુ છુ. હું દરરોજ કામ કરુ છું. મેં કાલે પણ કર્યું હતું જે 18 કલાક ચાલ્યું હતું. તે મને શક્તિ, પ્યાર અને આશિર્વાદ આપે છે '
બિગ બીએ ફેન્સને ખુશીની સાથે કામ કરવા માટે ઈન્સપાયર પણ કર્યા છે. અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર KBC સેટની ફોટોઝ શેયર કરતા મોટિવેશનલ લાઈન્સ પણ લખી હતી. સાથે જ કેપ્શનમાં લખ્યું કે, 'કામ વિના કોઈ કામ નથી'