મુંબઈ: અમિતાભ બચ્ચને ઉનાળામાં લખનઉમાં "ગુલાબ સિતાબો" શૂટ દરમિયાન ભારે પ્રોસ્થેટિકનો ઉપયોગ કરવાનો અનુભવ શેર કર્યો છે.અભિનેતાએ તેના બ્લોગ પર સેટની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

તેમણે લખ્યું, "એક તસવીરમાં તમે જોઈ શકો છો કે મેં પહેરેલો ડ્રેસ પાછળથી ખુલ્લો છે. તે ડિરેક્ટરનું ઇનપુટ છે. એ જાણીને કે આપણે લખનઉમાં ગરમીમાં કામ કરી રહ્યા છીએ.યૂ.પી.ની 50 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમીમાં તેમને સમજાયું કે પરસેવાના કારણે મારે કપડાં બદલવાની જરૂર પડશે. અને જો બટન આગળ ન હોય તો પ્રોસ્થેટિક્સ અને વાળથી ટોપ બદલવાનું કામ મુશ્કેલ બનશે. ડ્રેસ અથવા કુર્તાને માથામાંથી ઉપરથી શકો છો પરંતુ પાછળની બાજુ ખુલવાની સાથે આ ડ્રેસ માથાના ઉપરના ભાગથી સરળતાથી નિકળી શકે છે."

તેમણે કહ્યું કે, સવારે 6.30 વાગ્યે શોટ માટે તેમને સવારે 3.30 વાગ્યે મેક-અપ વાનમાં હાજર રહેવાનું હતું. તેમણે કહ્યું કે ગરમીને કારણે ટૂંક સમયમાં પ્રોસ્થેટિક મેકઅપ ઉતરવાની સંભાવના હોય છે, જેના કારણે ઠંડક રાખવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમિતાભે કહ્યું હતું કે, ફિલ્મમાં તેનું પાત્ર મિર્ઝા જે રીતે ચાલે છે, તેથી તેમને હવે પીઠના ભાગમાં દુખાવો થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે આ બધું એક અભિનેતા તરીકે કરવાનું છે અને તમે ફરિયાદ કરી શકતા નથી.
