મુંબઈઃ અભિનેત્રી ભૂમિ પેડનેકરના નવા ઈનિશએટિવ 'વન વિશ ફોર દ અર્થ' સાથે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જોડાયા છે. જે બદલ ભૂમિએ બંને અભિનેતાનો આભાર માન્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અમિતાભ બચ્ચને મંગળવારે ટ્ટીટ કરતાં લખ્યું હતું કે, તેઓ ક્લાયમેન્ટ વોરિયર લેન્ડ સાથે પણ આ મહત્વપૂર્ણ કામનો ભાગ બની રહ્યા છે. આગળ વાત કરતાં તેમણે હવામાનની આપણા પર થતી અસર વિશે લખ્યું હતું અને સૌને પર્યાવરણને શુદ્ધ રાખવાની સાથે જ પ્રકૃતિને બચવવાની અપીલ કરી હતી.
ભૂમિએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ ઉમદા અને મહત્વપૂર્ણ કાર્યમાં ભાગ લેવા બદલ મેગાસ્ટારનો આભાર માન્યો. સાથે અન્ય એક પોસ્ટમાં ભૂમિએ અક્ષય કુમારનો વીડિયો શેર કર્યો છે. જેમાં અક્ષય કુમાર પ્રકૃતિની સુંદરતા વિશે વાત કરી રહ્યાં છે. સાથે જ લોકોને પર્યાવરણનું જતન કરવા જણાવી રહ્યાં છે.
ભૂમિએ ફિલ્મ ‘ટૉયલેટઃ એક પ્રેમ કથા’ના કો- સ્ટાર અક્ષય કુમારનો આભાર માનતા લખ્યું હતું કે, દિલથી તમારો આભાર માનું છું. @akshaykumar સર… આશા છે કે, તમારો આ સંદેશ લોકો સુધી પહોંચે અને લોકો પોતાના ભવિષ્ય પ્રત્યે સભાન અને જવાબદાર બને.
5 જૂને ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસ પર ક્લાઈમેન્ટ વૉરિયર ભૂમિ પેડનેકરે નવું ઈનિશએટિવ 'વન વિશ ફોર દ અર્થ' શરૂ કર્યુ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, તમામ બોલીવુડ સ્ટાર્સ પર્યાવરણ વિશે પોતાના વિચાર લોકો સામે રજૂ કરે. જેથી અન્ય લોકો પણ પર્યાવરણ બચાવવા પરત્વે જાગ્રત બને.