યુવા અભિનેત્રીઓમાં ભૂમિ પેડનેકરે પોતાના અભિનયથી એક અગલ ઓળખ બનાવી છે. તેણે 'ટૉયલેટ', 'શુભ મંગળ સાવધાન', 'લસ્ટ સ્ટોરીઝ', અને 'સોન ચિડિયા' જેવા અનેક સફળ ફિલ્મોમાં ઉમદા અભિનય કર્યો છે.
ભૂમિને ફિલ્મી પડદા પર વિવિધ પ્રયોગ કરવા ઈચ્છા છે. તે પોતાની આગામી ફિલ્મ 'સાંડ કી આંખ'માં હરિયાણાના એક ગામની શાર્પ શૂટરનું પાત્ર નિભાવી રહી છે. આ ફિલ્મ દરમિયાન બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મ 'ડૉલી કિટ્ટી' અને 'વો ચમકતે સિતારે' સ્પર્ધામાં હતી.
અભિનેત્રી તરીકે ભૂમિએ અનેક પુરસ્કાર પોતાને નામ કર્યા છે. જેમાં 'બુસાન ફેસ ઓફ એશિયા'નો ઉમેરો થયો છે. આ પુરસ્કાર કોરિયાની જાણતી ફિલ્મ અને ફેશન સામયિક દ્વારા આપવામાં આવ્યો હતો. એવૉર્ડ મેળવતી વખતે ભૂમિએ કહ્યું હતું કે, "હું ખૂબ ખુશ છું.આ મારો પહેલો આંતરરાષ્ટ્રીય અવૉર્ડ છે. મારું કામ બુસાનના દર્શકો અને સમીક્ષકોને પસંદ આવ્યું તે મારા માટે આનંદની વાત છે. આભાર."