મુંબઇઃ આયુષ્માન ખુરાનાની સ્ટાર ફિલ્મ 'બધાઇ હો' બન્યા પછી ‘બધાઈ દો’ બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારે આ ફિલ્મ વિશે સૌ કોઇ લોકોના મગજમાં એક જ વિચાર હતો કે, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કયું પાત્ર હશે. આ ફિલ્મમાં પહેલીવાર રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર નજરે આવ્યા હતા.
આ વિશેની જાણકારી ફિલ્મ ન્યાયી એને વેપાર વિશ્લેશક તરણ આદર્શએ ટ્વિટ કરી અને જણાવ્યું હતું.
ફિલ્મ વિવેચક અને વેપાર વિશ્લેશક તરણ આદર્શે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરના ફોટા સાથે ટ્વિટ કર્યુ હતું. જેમાં કેપ્સનમાં લખ્યું હતું કે, 'રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર "બધાઇ દો"માં મુખ્ય ભૂમિકા ભજવશે અને હર્ષવર્ધન કુલકર્ણી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જંગલી પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી છે. જે જૂન 2020થી શરૂ થશે અને 2021માં રિલીઝ થશે.
ફિલ્મ "બધાઈ હો" આ સિક્વલ ફિલ્મનું નામ ‘બધાઈ દો’ છે. "ફિલ્મ બધાઇ દો"નું ડાઈરેક્શન હર્ષવર્ધન કુલકર્ણી દ્વારા કરવામાં આવશે. અનુરાગ કશ્યપના પ્રોડક્શન હાઉસ માટે 2015માં 'હંટર' ફિલ્મનું નિર્માણ કર્યુ હતું. ફિલ્મ "બધાઈ હો" આયુષ્માન ખુરાનાના કરિયરનો ટર્નિગ પોઇંટ માનવામાં આવે છે. આ ફિલ્મની થીમ લોકોને ઘણી ગમી હતી.