ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડકપમાં મળેલી કારમી હારનું સોશિયલ મીડિયા પર ટ્વિટરના માધ્યમથી બોલિવુડ જગતના સિતારાઓએ પણ વ્યક્ત કર્યું છે.
જેમાં બોલિવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાને ટીમ ઇન્ડિયા માટે ટ્વિટ કર્યું કે," વિરાટ આજે કિસ્મતે સાથે નથી આપ્યો, આજેો આપણો દિવસ ન હતો. મારા માટે તો ભારતે ત્યારે જ વર્લ્ડ કપ હાંસલ કરી લીધો હતો. જ્યારે ભારતીય ટીમ પહેલા સ્થાન પર આવીને સેમીફાઇનલમાં પોતાની જગ્યા પ્રાપ્ત કરી લીધી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તમે સારી ગેમ રમી છે, કાશ કદાચ કાલે વરસાદ ન પડ્યો હોત. તો કદાચ આજે પરિણામ કંઇક અગલ જ હોત, પણ જોરદાર પ્રદર્શન બદલ અમને સૌને તમારા પર ગર્વ છે, લવ"
તો વરુણ ધવને પણ ટ્વિટ કરીને લખ્યું, "રિસ્પેક઼્ટ અને થેન્ક્યું ટીમ ઇન્ડીયા અમને બધુ જ આપવા માટે
તો આ સાથે જ અર્જુન રામપાલે પણ ટ્વિટ કરીને લખ્યું હતું કે, "તમે સૌ ખુબ જ સરસ રમ્યા, કદાચ આજનો દિવસ આપણો ન હતો. હું સમજી શકુ છુ કે તમે સૌ અત્યારે નિરાશા અનુભવી રહ્યાં હશો. થેન્ક્યું તે તમામ મેચો માટે જેમાં ટીમે જીત હાંસલ કરી હતી. હું ભારતીય ટીમને ખુબ પ્રેમ કરૂ છું."
તો અભિનેતા "રંગદે બસંતી" સ્ટારર સિદ્ધાર્થએ પણ ટ્વિટ કરી લખ્યું, "તમે સૌએ ખુબ સરસ રમ્યા મારા દિલ માટે આ ગેમ જોવી ખુબ જ મુશ્કેલી ભરી હતી. બસ થોડાક જ દુર હતા આપણે જીત મેળવવામાં"
તો અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ ટ્વિટર પર લખ્યું હતું કે, "કાલ આપણી હતી, આજ આમની છે, તમે કંઇક જીતો છો તો કંઇક હારતા પણ હોવ છો, ભારતીય ટીમે ખુબ જ સરસ પ્રદર્શન કર્યું અમે તમારા ફેન હતા, અને હંમેશા રહિશું"
તો અભિનેતા આયુષ્માન ખુરાનાએ પણ ટ્વિટ કરી ભારતીય ટીમને લખ્યું હતું કે, "ટીમ ઇન્ડીયા અમને તમારા પર ગર્વ છે, આજનો દિવસ ખરાબ હતો, પણ તેમ છતા તમે સારૂ રમ્યા, અને સારી લડત આપી"
તો આ સાથે વાંચો અન્ય સેલિબ્રિટી્સના રિએક્શન