- આયુષ્માન ખુરાનાની 'ચંદીગઢ કરે આશિકી' 9 જુલાઈએ થશે રિલીઝ
- વાણી કપૂર આ ફિલ્મમાં કો-આર્ટિસ્ટ તરીકે આયુષ્માન સાથે જોવા મળશે
- ફિલ્મને ભૂષણ કુમાર અને પ્રજ્ઞા કપૂર દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે
મુંબઈ: આયુષ્માન ખુરાનાની 'ચંદીગઢ કરે આશિકી' 9 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ રોમેન્ટિક ફિલ્મનું અભિષેક કપૂરે દિગ્દર્શન કર્યું છે. ત્યારે આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના એક એથલીટનો અભિનય કરતાં નજરે પડે છે. વાણી કપૂર આ ફિલ્મમાં કો-આર્ટિસ્ટ તરીકે આયુષ્માન સાથે જોવા મળશે. ત્યારે આ ફિલ્મને ભૂષણ કુમાર અને પ્રજ્ઞા કપૂર દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે.
ટીમ દ્વારા ફિલ્મ પૂર્ણ કરાતા નિર્માતાઓએ પ્રશંસા કરી
નોંધનીય છે કે, ઓક્ટોબર મહિનામાં કોરોનોની મહામારી વચ્ચે આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને ટીમે લગભગ 48 દિવસમાં આ ફિલ્મ પૂર્ણ કરી હતી. મહામારીના કપરા સમયમાં એક સાથે ફિલ્મનું શેડ્યૂલ પૂર્ણ કરવા બદલ નિર્માતાઓએ ટીમની પ્રશંસા કરતાં ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, 'ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' મહામારી વચ્ચે 2 મહિનાથી પણ ઓછા સમયમાં બનેલી ભારતીય ફિલ્મોમાંની એક છે.