મુંબઈઃ બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાના કાસ્ટિંગ કાઉસને લઈ એક ઈન્ટરવ્યુમાં ખુલીને વાત કરી હતી.
અભિનેતાએ આ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે એક ડાયરેક્ટરે તેમની સામે એર શરત મુકી લીડ રોલ ઓફર કર્યો હતો, પરંતુ આયુષ્માને આ શરત સ્વીકારી નહોતી.
એક ઈન્ટરવ્યુ દરમિયાન આયુષ્માને કહ્યું હતું કે, 'એક કાસ્ટિંગ ડાયરેક્ટરે મને કહ્યું કે તુ તારો ટુલ બતાવીશ તો હું તને એક ફિલ્મમાં લીડ રોલ આપીશે, ત્યારે મે તેમને કહ્યું કે હું સ્ટ્રેટ છું અને તમારી આ ઓફરને ઠુકરાવું છું.'
ઇન્ડસ્ટ્રીમાં તેના શરૂઆતના દિવસોને યાદ કરતાં આયુષ્માન કહે છે કે, 'પહેલા ઓડિશન કરાવતા હતા, જ્યાં સોલો પરફોર્મન્સ આપવામાં આવતું હતુ. એક રૂમમાં એક સમયે એક જ વ્યક્તિ હોય. અચાનક ઓડિશન આપનારાઓની સંખ્યા વધી અને આશરે રુમમાં 50 લોકો દેખાવા લાગ્યા. જ્યારે મે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે તેણે મને ત્યાંથી ચાલવાનું કહ્યું. મે અનેક રિજેક્શનનો સામનો કર્યો છે. રિજેક્શન એ મને નબળો નહીં, પરંતુ મજબૂત બનાવ્યો છે.'
આયુષ્માને આગળ કહ્યું કે, 'મને રિજેક્શનનો સામનો કરતા આવડે છે. શરૂઆતમાં મળેલા રિજેક્શન એ મને મજબુત બનાવ્યો છે, પરંતુ હા, આજના સમયમાં કદાચ હું આ સહન ન કરી શકત. દર શુક્રવારે બધુ બદલાઇ છે. દર શુક્રવારે બે-ત્રણ વર્ષમાં મારા માટે નસીબદાર હોઈ શકે છે, કદાચ આ જ મારુ નસીબ છે.'
આપને જણાવી દઈએ કે, આયુષ્માને 2012માં ફિલ્મ 'વિકી ડોનર'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારથી અભિનેતાએ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઈમેજ ઉભી કરી છે.