બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તે હંમેશા એવી ફિલ્મ કરવાનું પસંદ કરે છે જે ફિલ્મ આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે છે. હાલ આયુષ્માન તેની આગામી ફિલ્મ'શુભ મંગલ સાવધાન' ની તૈયારીમાં લાગી ગયા છે. આ ફિલ્મમાં આયુષ્માન એક સમલૈંગિક પુરુષની ભુમિકા નિભાવી રહ્યાં છે.
આયુષ્માને કહ્યું કે, "એક મનોરંજક તરીકે તે વધુમાં વધુ લોકો સુધી પહોંચવું અને તેમને મનોરંજન પુરૂ પાડવું મને પસંદ છે. હું એવી ફિલ્મો કરવાનું પસંદ કરું છું જેને થિયેટરમાં સમગ્ર પરિવાર એક સાથે બેસીને જોઈ શકે અને તેના પર વિચાર વિમર્શ કરી શકે. એક કલાકાર તરિકે પોતાની ફિલ્મનો લોકો દ્વારા આંનદ માણતા તે મુદ્દા પર વિચાર વિમર્શ કરી એક સંદેશા સાથે ફિલ્મ જોઈ ઘરે જતા દર્શકોને જોવા એ અદભુત આનંદ છે."
'શુભ મંગલ સાવધાન' ફિલ્મમાં આયુષ્માન એક સમલૈંગિક પુરુષની ભુમિકા નિભાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ દર્શોકને સારૂ મનોરંજન પુરૂ પાડશે. આયુષ્માન છેલ્લે 'બાલા' ફિલ્મમાં જોવા મળ્યા હતાં.