ETV Bharat / sitara

એક સમયે ટ્રેનમાં ગીતો ગાતો હતો, આજે પ્રશિક્ષિત ગાયક છું: આયુષ્યમાન - રમુજી કિસ્સા

આયુષ્યમાન ખુરાના એક ઈવેન્ટમાં સામાન્ય માણસથી સ્ટાર બનવા સુધીની સફર અંગે જણાવ્યું હતું. આ સાથે અભિનેતાએ આ સફરના કેટલાક રમુજી કિસ્સા શેર કર્યા હતા. આયુષ્યમાને જણાવ્યું હતું કે, હું ટ્રેનમાં ગીતો ગાતો હતો. જેના બદલામાં લોકો મને પૈસા આપતા હતાં.

ayushmann-got-money-from-passengers-for-singing-songs
આયુષ્યમાન ખુરાનાઃ હું એક પ્રશિક્ષિત ગાયક છું, કેમ કે હું ટ્રેનમાં ગીત ગાતો હતો
author img

By

Published : Feb 23, 2020, 2:50 PM IST

મુબંઈઃ 'બાલા' અભિનેતા આયુષ્યમાન ખુરાના બેક ટુ બેક હિટ ફિલ્મો આપી રહ્યો છે. તાજેતરનમાં તેની ફિલ્મ શુભ 'મંગલ જ્યાદા સાવધાન' પણ રીલિઝ થઈ છે. આ ફિલ્મ દર્શકોને પસંદ પડી છે અને તેને બોક્સ ઑફિસ પર પણ સારી કમાણી કરી રહી છે.

એક ઈવેન્ટમાં આયુષ્યમાન ખુરાનાએ જણાવ્યું કે, પોતાનો ડેબ્યુ કરવા મેં 3-4 ફિલ્મો રિજેક્ટ કરી હતી. મારી પહેલી ફિલ્મ ખાસ હોવી જોઈએ એવું હું ઈચ્છતો હતો. હું જાણતો હતો કે મારી પાસે ફક્ત એક જ તક હશે. 2012માં ફિલ્મ 'વિકી ડોનર'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આયુષ્યમાન ખુરાનાએ બોલીવુડમાં નેપોટિજમ અંગે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે, સ્ટાર કિડ્સની સફળતા પાછળ તેમની પ્રતિભા જવાબદાર છે. તેમને ફક્ત વહેલા બ્રેક મળે છે, પરંતું બાદમાં તેમણે ટકી રહેવા પોતાની પ્રતિભા બતાવવી પડે છે. હું મારા 50 ટકા આપું, તો લોકો કહેશે આ મારી મહેનત છે, પણ જો સ્ટાર કિડ પોતાના 80 ટકા આપીને કામ કરશે, તેમ છતાં લોકોને સંતોષ મળશે નહીં.

આયુષ્યમાન ખુરાનાઃ હું એક પ્રશિક્ષિત ગાયક છું, કેમ કે હું ટ્રેનમાં ગીત ગાતો હતો.

આયુષ્યમાન ખુરાનાએ જણાવ્યું કે, અંધાધુધ અને આર્ટિકલ-15 માટે તેણે ડાયરેક્ટરને મળ્યો હતો. હું માનું છું કે, માંગવામાં શરમ ન રાખવી જોઈએ. ફિલ્મ અંધાધુંધ માટે હું પિયાનો વગાડતા પણ શિખ્યો. 2-3 કોમર્શિયલ ફિલ્મ કર્યા પછી સામાજિક વિષય પર ફિલ્મ કરવા માંગતો હતો. જે કારણે મેં આર્ટિકલ-15 કરી.

આ ઈવેન્ટમાં આયુષ્માને તેની ફિલ્મ 'વિકી ડોનર'નું લોકપ્રિય ગીત 'પાની દા રંગ' પણ ગાયું હતું. આયુષ્યમાન ખુરાના જણાવે છે કે, થિયેટર શો માટે ટૂર પર જતા હતા, ત્યારે તેઓ વેસ્ટર્ન એક્સપ્રેસમાં લાંબી મુસાફરીમાં ગાતા હતા. આ ગીત ગાવા બદલ મુસાફરો પાસેથી પૈસા પણ લેતા હતા, આ પૈસા તેમની ગોવાની મુસાફરીનો ખર્ચ માટે પૂરતા હતા. તેમણે મજાકમાં કહ્યું કે, હું એક પ્રશિક્ષિત ગાયક છું, કેમ કે હું ટ્રેનમાં ગીત ગાતો હતો.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ના શુક્રવારે વખાણ કર્યાં હતાં. ટ્રમ્પનું આ રિએક્શન આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એક્ટિવિસ્ટ પીટર ટેક્ટેલે સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે પોસ્ટ કર્યાં બાદ આવ્યું હતું. ટ્રમ્પએ ટ્વીટમાં લાખ્યું કે, 'હોમોસેક્સુઅલિટીને કાયદેસર જાહેર થયા પછી બૉલિવૂડમાં નવીનતા સાથે ગે-રોમાંસ બતાવાયો છે. જે ઘણા લોકોએ પસંદ કર્યો છે. ટ્રમ્પના આ ટ્વીટને 12.5 હજાર લોકોએ પસંદ કર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.