મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ વચ્ચેના સંબંધોના સમાચારો અવાર નવાર ચર્ચામાં રહે છે. જો કે, બંનેએ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બંને ઘણીવાર એક સાથે જોવા મળ્યા છે. આ ઉપરાંત બંને એકબીજાના ફોટા પર કમેન્ટ પર કરતા હોય છે, જેના કારણે બન્ને રિલેશનમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે માત્ર કેએલ રાહુલને જ ક્રોપ કર્યો છે. આથિયાએ તેના વેકેશનની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટામાં આથિયા જોવા મળી રહી છે, જોકે તેણે ક્રિકેટર કેએલ રાહુલને ક્રોપ કરી દીધો છે, ફોટામાં ફક્ત તેનો હાથ દેખાય છે. આથિયાએ આ ફોટો શેર કરતી વખતે લખ્યું છે, આ એક સ્વપ્ન જેવું લાગી રહ્યું છે.
પહેલા આથિયાનું તેના ફોટોમાંથી કે.એલ.ને ક્રોપ કરવું અને બાદમાં આ પ્રકારનું કેપ્શન લખતા તેના ચાહકોના મનમાં ઘણા સવાલ થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સવાલો થઇ રહ્યા છે કે, બંનેના સંબંધોમાં કોઈ તકરાર તો નથી?
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
જ્યારે કેએલનો જન્મદિવસ હતો, ત્યારે આથિયાએ તેની સાથે એક ફોટો શેર કર્યો હતો. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, હેપ્પી બર્થડે માય પર્સન. તે પોસ્ટને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને આ બંનેની જોરદાર બોન્ડિંગ પણ જોવા મળી હતી.